Sun,28 April 2024,9:51 pm
Print
header

મોદી-મોદીના નારા લગાવનારા વિદ્યાર્થીઓને થપ્પડ લગાવો, કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

બેંગ્લોરઃ કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસ નેતા શિવરાજ તંગદગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભાજપે ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ નેતાએ કોપ્પલમાં એક ચૂંટણી રેલી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. શિવરાજ એસ તંગદગીએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ હવે ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. તેમને શરમ આવવી જોઇએ. હવે તેઓ કયા મોઢેથી મત માંગે છે ? બે કરોડ નોકરીનું વચન આપ્યું હતું, શું કોઈને નોકરી આપી છે ? જો તેઓ રોજગાર માંગે છે, તો ભાજપ તેમને પકોડા વેચવાનું કહે છે. તેમને શરમ આવવી જોઈએ. તેમ છતાં વિદ્યાર્થીઓ મોદી-મોદી બોલે તો તેમને થપ્પડ મારવી જોઈએ.

શિવરાજ તંગદગીએ કહ્યું, છેલ્લા 10 વર્ષથી બધું જુઠ્ઠાણાના આધારે ચાલે છે. તેથી તેઓ વિચારે છે કે તેઓ આગામી પાંચ વર્ષ માટે મૂર્ખ બનાવી શકે છે PM મોદીએ ભારતમાં 100 સ્માર્ટ શહેરોનું વચન આપ્યું હતું, તેઓ ક્યાં છે ? એકનું નામ જણાવો ? તે સ્માર્ટ છે, સારા પોશાક પહેરે છે, સ્માર્ટ ભાષણ આપે છે, પોશાક બદલતા રહે છે. પછી તેમનો એક સ્ટંટ સામે આવે છે, તે સમુદ્રના ઊંડાણમાં જાય છે અને ત્યાં પૂજા કરે છે. શું વડાપ્રધાને આ પ્રકારનું કામ કરવું જોઈએ ?

કોંગ્રેસના મંત્રીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું, યુવાનોને નિશાન બનાવનાર રાજકીય પક્ષોને બક્ષવામાં આવ્યાં નથી. કોંગ્રેસના શિવરાજ તંગદગી જે કર્ણાટક સરકારમાં સાંસ્કૃતિક મંત્રી છે, પીએમ મોદીની તરફેણમાં નારા લગાવનારા વિદ્યાર્થીઓને થપ્પડ મારવાનું કહે છે. કારણ કે યંગ ઈન્ડિયાએ રાહુલ ગાંધીને વારંવાર નકારી કાઢ્યા છે, અને શું તમે ઈચ્છો છો કે પીએમ મોદી દેશનું નેતૃત્વ કરે, શું કોંગ્રેસ આ માટે તેમના પર હુમલો કરશે? તે શર્મજનક છે. વડાપ્રધાન મોદી યંગ ઈન્ડિયામાં રોકાણ કરી રહ્યા છે અને રાહુલ ગાંધીની કોંગ્રેસ યુવાનોને થપ્પડ મારવા માંગે છે.

ભાજપે શિવરાજ તંગદગી વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની સંબંધિત કલમો હેઠળ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે અને તેમના પર યુવા મતદારોને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે ચૂંટણી પંચને કહ્યું છે કે ગુંડાગીરીના નિવેદનથી યુવાનોમાં ભય પેદા થઈ શકે છે અને તેઓ મતદાનથી દૂર રહી શકે છે. ભાજપે શિવરાજ તંગદગીની ટિપ્પણીઓને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવી છે અને કહ્યું છે કે તેમને ચૂંટણી પ્રક્રિયા અને કોંગ્રેસની તરફેણમાં પ્રચાર કરતા રોકવા જોઈએ. બીજેપીના નેતા સીટી રવિએ કહ્યું કે કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણી ખૂબ જ ખરાબ રીતે હારી જવાની છે. કોંગ્રેસીઓને આ વાતનો અહેસાસ થઈ રહ્યો છે, તેથી જ તેઓ દરરોજ આવા નિવેદનો આપી રહ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch