(file photo)
નવી દિલ્હીઃ શ્રદ્ધા હત્યા કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસો થઈ રહ્યાં છે. આરોપી આફતાબ પૂનાવાલાએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે તેણે શ્રદ્ધાના માથા સહિત તેના શરીરના ભાગોને પાંચ મહિનાથી વધુ સમય સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા હતા. સીસીટીવી કેમેરાના ફૂટેજથી પણ આ વાતની પુષ્ટિ થઈ છે. તેની હત્યા કર્યા બાદ જ મૃતદેહના ટુકડા તેણે ફેંકી દીધા હતા. એક દિવસ શ્રદ્ધાની ડેડ બોડી રૂમમાં પડી હતી. તેણે મૃતદેહ પાસે બેસીને ભોજન લીધું હતું. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે શ્રદ્ધાના શરીરના 16 ટુકડા કર્યાં હતા. આ દરમિયાન તે પહેલાની જેમ જ હસતો રહ્યો હતો.
પોલીસને આફતાબના ગુરુગ્રામ કનેક્શનની જાણ થઈ તો દિલ્હી પોલીસે ગુરુગ્રામ પોલીસનો સંપર્ક કર્યો. સ્થાનિક પોલીસ એક્શનમાં આવી જતાં અહીંની ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઘણા કોલ સેન્ટર ઓપરેટરોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં તેમની સાથે કામ કરનાર આફતાબ નામના યુવકની વિગતો માંગવામાં આવી છે. આફતાબે આ પહેલા આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો હતો કે કેમ, તે જાણવા તેના સંપર્કમાં રહેલી યુવતીઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસ શ્રદ્ધાનું માથું શોધવા લાગી છે. પોલીસ કમિશનર સંજય અરોરાએ પોલીસને આદેશ આપ્યો છે કે જ્યાં પણ કોઇ મૃતદેહ કે તેના ટુકડા મળે છો તરત જ તેની જાણકારી તેમને કરવામાં આવે. દિલ્હી પોલીસની ત્રણ ટીમો ત્રણ રાજ્યો મહારાષ્ટ્રના મુંબઈ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગઈ છે. મહારાષ્ટ્રના વતની શ્રદ્ધા અને આફતાબે હત્યાના થોડા દિવસ પહેલા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ | 2023-09-21 13:59:59
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર | 2023-09-21 10:20:32
કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત | 2023-09-21 10:18:58
કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post | 2023-09-20 23:07:19
Big News- ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 મતોથી પાસ થયું, 2 મત વિરોધમાં પડ્યાં | 2023-09-20 21:33:17
કેનેડામાં ભારતીયોને ખાલિસ્તાનીઓએ આપી ધમકી, મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી | 2023-09-20 16:07:32
મની લોન્ડરિંગ કેસઃ ઈન્કમટેક્સે મોટા 4 ગ્રુપો પર પાડ્યાં દરોડા, કરોડો રૂપિયા મળી આવ્યાં | 2023-09-19 13:42:14
ખાસ કરીને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન રહેજો, શીખ ફોર જસ્ટિસે હિન્દુઓને કેનેડા છોડવા આપી ધમકી, ટ્રુડો હવે શું કરશે ? | 2023-09-20 22:02:44