Sat,04 May 2024,5:07 am
Print
header

શું ગુજરાત ભાજપને મળશે પાટીદાર પ્રદેશ પ્રમુખ, સી.આર.પાટીલને સોંપાશે મોટી જવાબદારી ? Gujarat Post

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાઈ શકે છે. વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે, તેમને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવાય તેવી પણ ચર્ચાઓ છે. ઉપરાંત ગુજરાત ભાજપને પાટીદાર પ્રમુખ મળી શકે છે. ભાજપના નવા પ્રમુખ તરીકે ગોરધન ઝડફીયા, મનસુખ માંડવિયાના નામો ચર્ચાઇ રહ્યાં છે. જો પાટીલને કેન્દ્રીય મંત્રી કે સંગઠનમાં મોટી જવાબદારી નહીં સોંપવામાં આવે તો તેઓ જ પ્રદેશ પ્રમુખ તરીકે રિપીટ થઈ શકે છે.

બીજી તરફ ગુજરાતમાં ભાજપ રાજ્યસભાની ચૂંટણીને લઈ એકશન મોડમાં આવી ગયું છે. તમામ ધારાસભ્યોને 26 જુલાઈ સુધી ગુજરાતમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર રિપીટ થાય તેવી શક્યતા છે, અન્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ એક સિનિયર અને એક નવા ચહેરાને ભાજપ રાજ્યસભામાં મોકલી શકે છે. આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ શુક્રવાર 7 જુલાઈએ દિલ્હી જશે. જ્યાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે.

મંગળવારે ભાજપે પંજાબ સહિત ચાર રાજ્યોના નવા પ્રદેશ પ્રમુખ જાહેર કર્યાં હતા. હજુ ગુજરાત સહિત છ રાજ્યોના પ્રદેશ પ્રમુખના નામોની જાહેરાત બાકી છે ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ બદલાય છે કે નહીં તેના પર નજર રહેશે. ગુજરાતમાં આ બધી રાજકીય ગતિવિધીઓ પર સૌ કોઇની નજર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch