Sat,27 April 2024,4:56 am
Print
header

કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટને ‘કોવિશીલ્ડ’ વેક્સિનનો ઓર્ડર આપ્યો, જાણો એક ડોઝની કિંમત કેટલી હશે ?

નવી દિલ્હી: સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવિશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીએ સોમવારે આ માહિતી આપી છે.આ ઓર્ડર 1 કરોડ 10 લાખ ડોઝ સપ્લાઈ કરવાનો છે. ત્યાર બાજ જરૂર પડવા પર સરકાર નવો ઓર્ડર આપી શકે છે.વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. કોવિશીલ્ડના દર સપ્તાહે 1 કરોડથી વધુ ડોઝની સપ્લાઈ કરવામાં આવશે.સરકારે વેક્સિનેશન માટે 16 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

આજે સીરમને ઓર્ડર મળ્યાં બાદ કાલે એટલે કે મંગળવારે સવારે સીરમ ઈન્સ્ટીટ્યૂટથી વેક્સિન એરપોર્ટ પર મોકલવામાં આવશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ વેક્સીનના 5 કરોડ ડોઝ તૈયાર કર્યા છે. કેંદ્ર સરકાર તરફથી 1 કરોડ 10 લાખ ડોઝ સુધી સપ્લાઈનો ઓર્ડર આપ્યો છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થશે.

પુણે એરપોર્ટ પરથી આ વેક્સિન મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને કરનાલના આ ચાર  શહેરોમાં બનાવવામાં આવેલા ડેપો પર વિમાનથી પહોંચાડવામાં આવશે. બાદમાં દેશમાં અલગ-અલગ ભાગમાં તેણે પહોંચાડવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch