Sat,27 April 2024,5:04 am
Print
header

જનતા જાગી રહી છે, રાજકોટ જિલ્લાના આ શહેરમાં 4 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર

ઉપલેટા: રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતા સંક્રમણ વચ્ચે હવે શહેરો અને ગામડાઓ સતર્ક બન્યાં છે. કોરોનાના વધતા ગ્રાફને લઈને કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાર દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવાયું છે. આ દરમિયાન બજારમાં તમામ દુકાનો બંધ જોવા મળી હતી. 

કોરોના સંક્રમણને અટકાવવા અને લોકોના જીવ બચાવવા ઉપલેટા શહેર સમર્થનમાં આવ્યું છે. ઉપલેટા શહેરમાં વધી રહેલા કોરોના કેસોને લઈ શહેરના તમામ બજારોના વેપારીઓ દ્વારા 4 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું છે. ઉપલેટામાં પાનના ગલ્લા સહિતની તમામ દુકાનો બંધ રાખવા વેપારીઓએ સ્વૈચ્છિક જોડાયા છે. ત્યારે અન્ય શહેરો પણ આવી રીતે કોરોનાને અટકાવવા કોઇ પગલા લે તે જરૂરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar