Sat,27 April 2024,2:38 am
Print
header

SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post

500થી વધુ જગ્યાઓ પર સ્થાનિક ભાષાના જાણકાર ન હોય તેવા લોકોની નિમણૂંક કરાઇ

નિયમો નેવે મૂકીને ભ્રષ્ટાચાર કરવામાં  આવ્યો, કોગ્રેસના મુખ્ય પ્રવકતા મનિષ દોશીનો આરોપ

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા SBI ભરતીમાં ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ગુજરાતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કૌભાંડ થયું છે.ગુજરાતી ભાષાના જાણકાર હોય તેવા ઉમેદવારોની  નિમણૂંક કરવાની જગ્યાએ નિયમો નેવે મૂકીને  ભષ્ટાચાર કરવામાં આવ્યો છે. કોગ્રેસના મુખ્ય પ્રવકતા મનિષ દોશીએ આરોપ લગાવ્યો છે કે, SBIની જુનિયર એસોસિએટસની 660 જગ્યામાંથી 500થી વધુ જગ્યાઓ પર ગુજરાતી ભાષાના જાણકાર ન હોય તેવા લોકોને નિમણૂંક આપી દેવામાં આવી છે.

SBI જુનિયર એસોસિએટસની 660 જગ્યા માટે એપ્રિલ-મે 2021માં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. જુલાઈ 2021માં પરીક્ષા યોજાઈ હતી.એપ્રિલ-2022માં નિમણૂંક આપવામાં આવી હતી. નિયમ પ્રમાણે દરેક રાજ્યમાં વર્ગ-3ની ભરતી માટે પ્રાદેશિક ભાષાના કર્મચારીઓ રાખવા ફરજિયાત છે. આ બાબતનો SBIની જાહેરાતમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરાયું છે. કોંગ્રેસનો દાવો છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષાનો છેદ ઉડાવીને  ભાષાના બે અક્ષર પણ ન લખી શકનાર, ગુજરાતી ન બોલી શકનાર, સમજી શકનાર 80 ટકા ઉમેદવારોની SBIમાં ભરતી કરવામાં આવીછે. SBI સહિતની બેંકોમાં કરોડો રૂપિયાના નાણાંકીય ગોટાળા અને ગેરરીતિના કિસ્સા અવારનવાર સામે આવ્યાં છે. હવે બેકિંગ ભરતીમાં પણ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે. બેકિંગ યુનિયનના પૂર્વ પદાધિકારીઓએ ગેરરીતિ અંગે ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ જ પરિણામ સામે નથી આવ્યું. હવે આ મુદ્દે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar