Sat,27 April 2024,6:18 am
Print
header

ICCના ધરપકડ વોરંટ બાદ આ અંદાજમાં જોવા મળ્યાં પુતિન, ક્રિમિયાની અચાનક લીધી મુલાકાત- Gujarat post

મોસ્કોઃ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યાંના એક દિવસ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રિમિયાની અચાનક મુલાકાત લીધી હતી. પુતિનની આ મુલાકાત રશિયાના ક્રિમિયાના જોડાણની નવમી વર્ષગાંઠ પર હતી. રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે અગાઉ પુતિન સાંસ્કૃતિક અને ઐતિહાસિક કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ હાજરી આપે તેવી ધારણા હતી, પરંતુ તેઓ પોતે અહીં પહોંચી ગયા હતા અને સૌને ચોંકાવી દીધા હતા.

રશિયાની ન્યૂઝ એજન્સી ટીએએસએસના જણાવ્યાં અનુસાર પુતિને ક્રિમિયા અને સેવાસ્તોપોલના સામાજિક-આર્થિક વિકાસ અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. પુતિન દર વર્ષે 18માર્ચે રશિયાના ક્રિમિયાના જોડાણની વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમોમાં ભાગ લે છે. તેમણે મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં આ દિવસને સમર્પિત ગાલા કોન્સર્ટમાં ભાગ લીધો હતો.

જુલાઈ 2020માં પુતિન ક્રિમિયાની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ તેમણે રશિયન નૌકાદળના કેર્ચ શહેરમાં સ્થિત ઝાલીવ શિપયાર્ડનું નિરીક્ષણ કર્યું હતું. ડિસેમ્બર 2022 માં, તેમણે રશિયાને ક્રિમિયાથી જોડતા પુલની મુલાકાત લીધી હતી, જેને આતંકવાદી હુમલામાં નુકસાન થયું હતું. શુક્રવારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઇસીસી)એ યુક્રેનમાં યુદ્ધ અપરાધો બદલ પુતિન સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. જો કે રશિયાએ આઇસીસીના વોરંટને નકારી કાઢતાં કહ્યું છે કે, તેનાથી કોઈ ફરક પડતો નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch