રશિયાઃ જેલમાં રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકાર એલેક્સી નવલનીના મોત પછી જેલ સત્તાવાળાઓએ તેમના મૃતદેહને પરિવારને સોંપવાનો ઇનકાર કર્યો છે. નવલનીના સમર્થકોનો આરોપ છે કે રશિયન સરકારે જ નવલનીની હત્યા કરી છે અને હવે તેઓ માત્ર પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહ સોંપી રહ્યાં નથી.
પશ્ચિમી દેશોએ પુતિન સરકાર પર આરોપ લગાવ્યો
રશિયાની સૌથી ખતરનાક અને કડક જેલ પૈકીની એક આર્કટિક જેલમાં 47 વર્ષીય એલેક્સી નવલનીનું ગયા શુક્રવારે મોત થયું હતું. નવલની છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં હતા. નવલનીના મોત પછી પશ્ચિમી દેશોના નેતાઓએ તેની આકરી ટીકા કરી અને તેમના મોત રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ઠેરવ્યાં છે. શનિવારે નવલની માતા તેમના વકીલ સાથે નવલનીનો મૃતદેહ લેવા માટે આર્ક્ટિક જેલમાં પહોંચ્યાં હતા, પરંતુ જેલ સત્તાવાળાઓએ મૃતદેહ સોંપવાનો ઇનકાર કર્યો હતો.
રશિયામાં વિવિધ સ્થળોએ પોલીસ અને સમર્થકો વચ્ચે અથડામણ થઈ
નવલનીના સમર્થકોએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે સરકાર પુરાવાનો નાશ કરવા માંગે છે અને તેથી જ તેઓ મૃતદેહને સોંપી રહ્યાં નથી. રશિયામાં નવલનીના મૃત્યું બાદ તેમના સમર્થકો પણ વિરોધ કરી રહ્યાં છે. શનિવારે ઘણી જગ્યાએ પોલીસ સાથે અથડામણના બનાવો બન્યાં હતા અને પોલીસે 30 થી વધુ શહેરોમાં 340 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. રાજધાની મોસ્કોમાં પણ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. નવલનીના સમર્થકોએ તેમના માનમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કર્યું હતું.
કોન્ફરન્સ દરમિયાન નવલનીની પત્નીએ પુતિન સરકાર પર આરોપ લગાવ્યો અને કહ્યું કે પુતિને જવાબ આપવો પડશે અને નવલનીની મોતની સજા ભોગવવી પડશે. નવલનીની પત્ની યુલિયાએ પશ્ચિમી દેશોને પુતિન સામે એક થવાની અપીલ કરી હતી. રશિયન નોબેલ પારિતોષિક વિજેતા દિમિત્રી મુરાટોવે જણાવ્યું કે નવલનીની હત્યા કરાઇ છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેમને જેલમાં ત્રાસ આપવામાં આવતો હતો.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37
ટ્રમ્પે પીએમ મોદીને લગાવ્યાં ગળે, ખુરશી પાછી ખેંચીને તેમને બેસાડ્યાં, કહ્યું- મને મોદીની ખૂબ યાદ આવે છે | 2025-02-14 09:24:37
આજે મળશે ટ્રમ્પ અને મોદી, વ્હાઇટ હાઉસમાં થશે વાતચીત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ | 2025-02-13 09:40:12
શું ChatGPTના મેકર OpenAIને ખરીદશે Elon Musk ! Xને ખરીદશે Sam Altman ? બંન્નેએ એકબીજાને આપી ડીલ | 2025-02-12 14:34:33
ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને થશે રાહત, એક ઝટકે કેસ થશે સમાપ્ત | 2025-02-12 14:31:37
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44