Sat,27 July 2024,4:11 pm
Print
header

CBI રેલ્વે અધિકારના ઘરે પહોંચી તો અહીંથી મળ્યાં 2.61 કરોડ રૂપિયા રોકડા- Gujarat Post

ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રેલ્વેના ચીફ મેનેજર અને 1988 બેચના ઈન્ડિયન રેલ્વે સ્ટોર સર્વિસ (IRSS) ઓફિસર કેસી જોશીની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 3 લાખની લાંચ લેવાના આરોપમાં સીબીઆઈએ તેમની ધરપકડ કરી છે. અધિકારીના ઘરે દરોડા દરમિયાન 2.61 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં હતા.

ગોરખપુર સ્થિત મેસર્સ સુક્તિ એસોસિએટ્સના માલિક પ્રણવ ત્રિપાઠીની ફરિયાદને આધારે સોમવારે (11 સપ્ટેમ્બર) ના રોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ આરોપી અધિકારી કેસી જોશી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.  

અધિકારી વિરુદ્ધ ફરિયાદ મળ્યાં બાદ, CBIએ છટકું ગોઠવ્યું હતુ અને આરોપી જોશીને ફરિયાદી પાસેથી લાંચ લેતા રંગે હાથે પકડી લીધા હતા. આ પછી સીબીઆઈએ નોઈડાના ગોરખપુર અને સેક્ટર-50માં આરોપીઓના સરકારી આવાસની તપાસ કરીને 2.61 કરોડ રૂપિયા રિકવર કર્યાં હતા.

FIR મુજબ આરોપી અધિકારીએ ત્રિપાઠીની ફર્મનું રજિસ્ટ્રેશન રદ ન કરવા માટે ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (GEM) પોર્ટલ પાસેથી 7 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. FIRમાં કહેવામાં આવ્યું છે કે પ્રણવ ત્રિપાઠીને જાન્યુઆરીમાં GeM પોર્ટલ દ્વારા NERમાં ત્રણ ટ્રકની સપ્લાય માટે ટેન્ડર મળ્યું હતું. જો કે આરોપી કેસી જોશીએ ધમકી આપી હતી કે જો પ્રણવ રૂ. 7 લાખ નહીં ચૂકવે તો તેની પેઢીનું રજિસ્ટ્રેશન રદ કરી દેશે. આ પછી ત્રિપાઠીએ જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch