Sat,27 July 2024,3:21 pm
Print
header

મીડિયા જગતનું મોટું નામ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું નિધન, નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક

હૈદરાબાદઃ ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે તેલંગાણામાં 87 વર્ષની વયે અવસાન થયું છે. રામોજી રાવનું હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન સવારે 3.45 કલાકે અવસાન થયું હતું. તબિયતની સમસ્યાને કારણે તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

રામોજી રાવના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટીમાં તેમના નિવાસસ્થાને લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં પરિવાર, મિત્રો અને નજીકના લોકો મૃત આત્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે.

મોદીએ શોક વ્યક્ત કર્યો

નરેન્દ્ર મોદીએ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ-પોસ્ટમાં લખ્યું કે શ્રી રામોજી રાવ ગરુનું નિધન અત્યંત દુઃખદ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા. જેઓ ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવ્યાં હતા. તેમના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મની દુનિયા પર અમીટ છાપ છોડી છે. તેમના નોંધપાત્ર પ્રયાસો દ્વારા તેમણે મીડિયા અને મનોરંજનની દુનિયામાં નવીનતા અને શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કર્યા હતા.

રામોજી રાવ ગરુ ભારતના વિકાસ માટે અત્યંત પ્રખર હતા. હું ભાગ્યશાળી છું કે તેમની સાથે વાતચીત કરવાની અને તેમના જ્ઞાનનો લાભ લેવાની ઘણી તકો મળી. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.'

2016માં પદ્મ વિભૂષણથી સન્માનિત

રામોજી રાવ રામોજી ગ્રુપના ચેરમેન હતા. તેમણે ઈનાડુ ન્યૂઝ પેપરનું નેતૃત્વ કર્યું, જે તેલુગુ ભાષાના સૌથી મોટા દૈનિકોમાંથી એક છે. 2016 માં રામોજીને પત્રકારત્વ, સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન માટે દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

રામોજી રાવ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો એનટી રામારાવ, ચંદ્રાબાબુ નાયડુ અને અન્ય ઘણી રાજકીય અને ફિલ્મી હસ્તીઓની નજીક રહ્યા હતા. ETV નેટવર્ક ઉપરાંત તેમણે નિર્માણ કંપની ઉષાકિરણ મૂવીઝનું પણ નેતૃત્વ કર્યું હતું.

તેમણે લગભગ 50 ફિલ્મો અને ટેલિફિલ્મો બનાવી હતી. એક નેશનલ એવોર્ડ અને બે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા હતા. રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદમાં 100 એકર જમીનમાં ફેલાયેલી છે, જ્યાં અત્યાર સુધીમાં હજારો ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch