Tue,30 April 2024,9:00 am
Print
header

અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા

અયોધ્યાઃ સૂર્યદેવે અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાનું સૂર્ય તિલક કર્યું હતું. બપોરે 12.01 વાગ્યે સૂર્ય અભિષેક શરૂ થયો હતો, જે લગભગ 5 મિનિટ સુધી ચાલ્યો હતો. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને અભિષેક પછી આ પ્રથમ રામનવમી છે અને આજનો આ નજારો અદ્દભૂત હતો.

આ રીતે રામલલ્લાના કપાળ પર 5 મિનિટ સુધી સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હતું

રામ નવમીના દિવસે અયોધ્યાના મંદિરમાં રામલલ્લાના અભિષેક બાદ તેમને પ્રથમ સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. બપોરે 12.01 વાગ્યે વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત તકનીકનો ઉપયોગ કરીને રામલલ્લાના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હતું. સૂર્યનું પ્રથમ કિરણ રામલલ્લાના મસ્તક પર પહોંચતા જ મંદિરનું વાતાવરણ ભક્તિમાં લીન થઈ ગયું હતું. ભગવાન રામની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવી હતી અને શુભ ગીતો અને ભજનો ગાવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ રામલલ્લાના સૂર્ય તિલકની તસવીરો જોઈ

વડાપ્રધાન મોદીએ ચૂંટણી રેલીની વચ્ચે રામ લલ્લાના સૂર્ય તિલકના દર્શન કર્યાં હતા. રામ મંદિરમાં રામલલાની મૂર્તિનો અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ પ્રથમ રામનવમીનો પ્રસંગ છે જે રામ મૂર્તિના અભિષેક બાદ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું કે સૂર્ય તિલક વખતે ભક્તોને રામ મંદિરની અંદર જવા દેવામાં આવ્યાં હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા લગભગ 100 LED સ્ક્રીનો અને 50 યુપી સરકાર દ્વારા મુકવામાં આવી છે, જે રામ નવમીની ઉજવણી દર્શાવે છે, જેથી લોકો જ્યાં પણ હોય ત્યાંથી ઉજવણી નિહાળી શકે. રામલલ્લાને 56 પ્રકારના ભોગ પ્રસાદ પણ ચઢાવવામાં આવ્યો છે.

રામ મંદિરમાં ભક્તોને તાપથી બચાવવા માટે જન્મભૂમિ પથ પર કાયમી શામિયાણા લગાવવામાં આવ્યાં છે, આ સિવાય અયોધ્યા પ્રશાસને તેઢી બજારથી નયા ઘાટ સુધીના મેળા વિસ્તારમાં 29 સ્થળોએ હેલ્પ બૂથ બનાવ્યાં છે.

રામ મંદિરમાં દર્શનના સમય વિશે વાત કરતા રામ મંદિર ટ્રસ્ટે રામલલ્લાના દર્શનનો સમયગાળો પણ વધારીને 19 કલાક કરી દીધો છે, જે મંગળા આરતીથી શરૂ થશે અને રાત્રે 11 વાગ્યા સુધી ચાલશે. ચાર વખત ભોજન અર્પણ વખતે માત્ર પાંચ મિનિટ માટે પડદો બંધ રહેશે.

આ પદ્ધતિ સૂર્ય તિલક માટે અપનાવવામાં આવી હતી

મંદિરના ત્રીજા માળે લગાવેલા પહેલા અરીસા પર સૂર્યપ્રકાશ પડ્યો. અહીંથી, પ્રકાશ પરાવર્તિત થઈ અને પિત્તળની પાઇપમાં પ્રવેશ્યો, પિત્તળની પાઇપમાં સ્થાપિત બીજા અરીસાને અથડાયો અને ફરીથી 90 ડિગ્રી પર પ્રતિબિંબિત થયો. આ પછી, પિત્તળની પાઇપમાંથી જતી વખતે આ કિરણ ત્રણ અલગ-અલગ લેન્સમાંથી પસાર થયું અને પછી આ કિરણ લાંબા પાઇપના ગર્ભગૃહમાં સ્થાપિત અરીસા સાથે અથડાયું. ગર્ભગૃહમાં અરીસા સાથે અથડાયા પછી કિરણે રામલલ્લાના માથાં પર સીધું 75 મીમીનું ગોળાકાર તિલક લગાવ્યું અને 3 મિનિટ સુધી સતત પ્રકાશિત થયું. આ નજારો જોઇને ભક્તો આજે ભક્તિમાં લીન થઇ ગયા હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch