Wed,08 May 2024,7:55 pm
Print
header

ગુજરાતના આ વિસ્તારમાં થશે મેઘમહેર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ? Gujarat post

દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી 

ગાંધીનગરઃ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઇ ગઈ છે.અત્યાર સુધીમાં રાજ્યના 109 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગે આજ રોજ ફરી વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર હાલ એક વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય છે. 16 અને 17 તારીખે વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં વરસાદની આગાહી કરાઇ છે.

અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. અમદાવાદમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. રાહતની વાત એ છે કે નિયત સમય મુજબ ગુજરાતમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે. જો આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદ વરસે તો પ્રથમ વરસાદે જ ખેડૂતો વાવણી કરી શકશે.

રાજકોટમાં ચોમાસાનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. જેમાં મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. શહેરમાં આવેલા 2 ઈંચ જેટલા વરસાદમાં જ વેસ્ટઝોનમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વેસ્ટઝોનના અન્ડરબ્રિજ અને વોકળામાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા હતા. જેથી શહેરીજનોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch