Fri,19 April 2024,11:56 am
Print
header

રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી સવારી, અંબાલામાં ગુરુદ્વારામાં કર્યા દર્શન- Gujarat Post

(ટ્રકમાં બેઠેલા રાહુલ ગાંધી)

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો નવો લુક અંબાલામાં જોવા મળ્યો. રાહુલ ગાંધી મંગળવારે અચાનક ટ્રકમાં બેસીને અંબાલા આવ્યાં હતા. તેમણે અંબાલા શહેરમાં શ્રી માંજી સાહેબ ગુરુદ્વારા જઈને નમન કર્યાં હતા. આ પછી તેમણે કોંગ્રેસના કેટલાક કાર્યકરો સાથે વાત કરી હતી અને પછી ટ્રકમાં બેસીને હિમાચલ પ્રદેશ ગયા હતા.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યાં છે, જે અંતર્ગત પહેલા ભારત જોડો યાત્રા કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી સતત પોતાની સાથે મધ્યમ અને નાના વર્ગના લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અગાઉ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન, તેમણે બેંગલુરુમાં ડિલિવરી બોય સાથે સ્કૂટર પર સવારી કરી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત બાદ કોંગ્રેસમાં ફરી ઉત્સાહનો સંચાર થયો છે. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓ 2024 લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા અત્યારથી જ સક્રિય થયા છે અને વિપક્ષી નેતાઓ સાથે મુલાકાતો કરી રહ્યાં છે. આ બધા એક થઇને મોદી સામે મોરચો ખોલી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch