Mon,28 October 2024,1:43 am
Print
header

અમેરિકામાં રાહુલ ગાંધીએ ભારતના ચીન- રશિયા સાથેના સંબંધોને લઈને આપ્યું મોટું નિવેદન- Gujarat Post

વોશિંગ્ટનઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકા પ્રવાસે છે. દરમિયાન ભારત-ચીન સંબંધો વિશે તેમને કહ્યું કે ભારત ચીનના દબાણમાં પીછેહઠ કરી શકે નહીં. બંને પાડોશીઓ વચ્ચેના સંબંધો જટિલ છે. તેઓ સુધરવાના નથી. રાહુલ ગાંધી છ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. તેઓ અહીં ત્રણ શહેરોની મુલાકાત લેશે. દરમિયાન, તેમણે બુધવારે રાત્રે કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

જ્યારે એક વિદ્યાર્થીએ તેને પૂછ્યું કે આગામી 5-10 વર્ષમાં ભારત-ચીન સંબંધો કેવી રીતે વિકસિત થશે ? તેના પર રાહુલે જવાબ આપ્યો કે બંને પાડોશીઓ વચ્ચેના સંબંધો મુશ્કેલ છે. તેમને સુધારવા સરળ નથી. ચીને અમારા કેટલાક વિસ્તારો પર કબ્જો
જમાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જો ચીન સમજે છે કે તે ભારતને નબળું પાડી શકે છે તો આવું કંઈ થવાનું નથી.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ પશ્ચિમી દેશોના દબાણ છતાં રશિયા સાથેના સંબંધો જાળવી રાખવાની ભારતની નીતિને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે રશિયા સાથે અમારો અલગ સંબંધ છે. અમારી પાસે રશિયા પર કેટલીક નિર્ભરતા છે. તેથી આ મામલે હું ભારત સરકારની સાથે છું. તેમણે વધુમાં કહ્યું કે ભારત ખૂબ મોટો દેશ છે, તેણે પોતાના ફાયદા માટે તકો શોધવી પડે છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે પ્રગતિ માટે અન્ય દેશો સાથે સંબંધો જાળવી રાખવા જરૂરી છે. એટલા માટે અમે હંમેશા દરેક સાથે સંબંધો જાળવી રાખવાનો પ્રયત્ન કરીશું જેથી સંતુલન જળવાઈ રહે.

જૂન 2020 માં, પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં અથડામણ પછી દ્વિપક્ષીય સંબંધો તણાવમાં આવ્યાં હતા. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારમાં શાંતિ નહીં આવે ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch