શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે ઓમર અબ્દુલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશ (J-K) ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ખાસ વાત એ છે કે કલમ 370 હટાવ્યાં બાદ ઓમર અબ્દુલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશના પહેલા સીએમ બન્યાં છે. આ સમારોહ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે સવારે 11.30 વાગ્યે હતો. આ દરમિયાન અબ્દુલ્લા કેબિનેટના 9 મંત્રીઓએ પણ શપથ લીધા છે. રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ અહીં હાજર હતા.
એનસી-કોંગ્રેસ ગઠબંધનને 48 બેઠકો મળી છે
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનનો વિજય થયો હતો. 90 બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સે 42 અને કોંગ્રેસે 6 વિધાનસભા બેઠકો જીતી છે. ભાજપ 29 વિધાનસભા બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી આ ચૂંટણીમાં ખાસ પ્રદર્શન કરી શકી નથી.
ઓમર અબ્દુલ્લાએ શપથ પહેલા કહ્યું- રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતુ કે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે. જે પોતે જ કમનસીબ છે. પરંતુ મેં હંમેશા કહ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેનો અમારો દરજ્જો અસ્થાયી છે. અમને ભારત સરકાર તરફથી વચન મળ્યું છે કે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે
કોંગ્રેસના કોઈપણ ધારાસભ્ય મંત્રી તરીકે શપથ નહીં લે.
કોંગ્રેસના જમ્મુ-કાશ્મીરના પ્રભારી ભરતસિંહ સોલંકીએ અગાઉ કહ્યું હતુ કે નેશનલ કોન્ફરન્સ સાથે વાતચીત ચાલી રહી છે અને કેબિનેટની વહેંચણી અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે. કોંગ્રેસ ગઠબંધનનો હિસ્સો છે. પરંતુ આજે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય શપથ લેશે નહીં, કારણ કે અમે સરકારનો હિસ્સો બનીશું કે બહારથી સમર્થન કરીશું તે અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
એલોન મસ્કે રાજકીય પક્ષની કરી જાહેરાત ! કહ્યું 80 ટકા લોકોએ તેમને ટેકો આપ્યો, જાણો નામ શું છે? | 2025-06-07 08:58:53
પેટા ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી - Gujarat Post | 2025-06-04 20:04:25
રાહુલ ગાંધી ફરી પીએમ મોદી પર વરસ્યાં, ટ્રમ્પનો ફોન આવતાની સાથે જ મોદીએ સરેન્ડર કેમ કર્યું ? | 2025-06-03 19:32:32
જીગ્નેશ મેવાણીએ એવું તો શું લખ્યું કે કોંગ્રેસના નેતાઓમાં મચી ગયો ખળભળાટ- Gujarat Post | 2025-06-01 08:59:39
વડોદરા, ભૂજ અને અમદાવાદ બાદ ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો - Gujarat Post | 2025-05-27 10:45:13
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32