Tue,17 June 2025,1:29 am
Print
header

જીગ્નેશ મેવાણીએ આ IPS અધિકારી પર ગેરવર્તણૂંકનો લગાવ્યો આરોપ, વિધાનસભા અધ્યક્ષ પાસે કાર્યવાહીની કરી માંગ

  • Published By
  • 2024-10-16 08:25:07
  • /

ગાંધીનગરઃ આઇપીએસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને વિશેષાધિકાર ભંગ બદલ આ અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આઈપીએસ અધિકારીએ ધારાસભ્ય સાથે મોબાઈલ બહાર રાખવા જેવી સાદી વાત માટે સારું વર્તન કર્યું નથી.

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને વિશેષાધિકાર ભંગના કેસમાં રાજકુમાર પાંડિયન, ADG SC-ST સેલ સામે પગલાં લેવાની માંગ કરી છે.

કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સિનિયર IPS રાજકુમાર પાંડિયને મોબાઈલ બહાર રાખવા જેવી સાદી વાત માટે ધારાસભ્ય સાથે અયોગ્ય વર્તન કર્યું હતુ. મેવાણીએ કહ્યું કે રાજ્યમાં દલિતો સાથે થઈ રહેલા અન્યાયને લઈને અમે આ અધિકારીનો સંપર્ક કર્યો હતો જેઓ એસસી-એસટી સેલના એડિશનલ ડીજી પણ છે.

મોબાઈલ ફોન રાખવાના મુદ્દે IPS ઓફિસર નારાજ

તેમણે કહ્યું કે ધારાસભ્ય પાસે મોબાઈલ ફોન હોવાથી તે ગુસ્સે થઈ ગયા હતા અને તેમને મોબાઈલ બહાર રાખવા કહ્યું હતુ, જેના પર ધારાસભ્યએ તેમને પૂછ્યું કે પોલીસ અધિકારીને મળવા સમયે મોબાઈલ ફોન ન રાખી શકાય તેવું ક્યાં લખેલું છે. તેમના સ્ટાફને ધારાસભ્ય અને તેમના સાથીદારોના મોબાઈલ ફોન લઈ લેવા કહ્યું હતું.

જે બાદ મેવાણીએ કહ્યું કે અમે દલિતોના પ્રશ્નો અને સમસ્યાઓ વિશે વાત કરવા આવ્યાં છીએ. પરંતુ તમે જે ભાષા બોલી રહ્યાં છો તે યોગ્ય નથી.  મેવાણીએ કહ્યું કે પોલીસ અધિકારીએ ટી-શર્ટ પહેરીને કેમ આવ્યાં છો તેવી પણ ટિપ્પણી કરી હતી. જે યોગ્ય નથી. અધિકારીએ નિયમોનું પાલન ન કર્યું, જેના માટે મેવાણીએ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણી સાથે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ પણ રોષ વ્યક્ત કર્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch