Sat,27 July 2024,4:31 pm
Print
header

વિદેશમાં જઇને રાહુલે કહ્યું ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થઇ રહ્યો છે ! અમારા વડાપ્રધાન મોદી ભગવાનને પણ શીખવી શકે- Gujarat Post

કેલિફોર્નિયાઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છ દિવસ માટે અમેરિકા ગયા છે. તેઓ અહીં ત્રણ શહેરોની મુલાકાત લેશે, રાહુલ ગાંધીએ બુધવારે સવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીયોને સંબોધિત કર્યાં હતા. તેમણે અહીં ભાજપ અને ભારતના વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતુ. તેમણે કહ્યું કે ભારતમાં કેટલાક લોકોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. તેઓ ભગવાનને પણ વસ્તુઓ શીખવી શકે છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાંથી એક છે. આ દરમિયાન તેમણે તેમની ભારત જોડો યાત્રા વિશે પણ વાત કરી હતી.

કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં રાજનીતિના તમામ સાધનો અને સંસ્થાઓ પર ભાજપ અને આરએસએસનું નિયંત્રણ છે. ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા તેમને સમજાયું કે ઐતિહાસિક રીતે રાજકારણમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય સાધનો હવે કામ કરતા નથી. ભાજપ લોકોને ધમકાવી રહી છે અને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તમામ માધ્યમો ભાજપ-આરએસએસ દ્વારા નિયંત્રિત છે. મે દેશના લોકોને જોડવા માટે ભારત જોડો યાત્રા શરૂ કરી.

રાહુલે કહ્યું કે હું ભારત જોડો યાત્રા દરમિયાન થાક્યો નથી, કારણ કે આખું ભારત મારી સાથે હતું. સરકારે પોલીસ બળનો ઉપયોગ કરીને મારી યાત્રાને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો. તેમ છતાં પ્રવાસમાં લાખો લોકો જોડાયા હતા. રાહુલ ગાંધીએ નવી સંસદ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તે આ બદલાવ યોગ્ય નથી, આજે મુસ્લિમો સુરક્ષિત અનુભવી રહ્યાં નથી. દલિત, શીખ, ખ્રિસ્તીઓ પણ. તેમણે વધુમાં કહ્યું કે નફરતનો સામનો નફરતથી કરી શકાતો નથી. તેના બદલે પ્રેમથી નફરત પર કાબુ મેળવી શકાય છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો તમે પીએમ મોદીને ભગવાનની સામે બેસાડશો તો પણ તેઓ તેમને કહેશે કે શું કરવું. તે ભગવાનને પણ કહી શકે છે કે બ્રહ્માંડ કેવી રીતે બનાવવું. રાહુલ ગાંધીના આ પ્રહાર પર ભાજપ નેતાઓ શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.

નોંધનિય છે કે રાહુલે એરપોર્ટ પર સામાન્ય લોકોની જેમ લાઇનમાં ઉભા રહ્યાં હતા, તેમને કહ્યું કે હું હવે સાંસદ નથી, લોકોએ તેમની સાથે સેલ્ફી પણ પડાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch