Sat,27 April 2024,7:55 am
Print
header

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કૉંગ્રેસમાં સામેલ થવાની અટકળો વચ્ચે આવ્યાં મોટા સમાચાર

નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કૉંગ્રેસમાં સામેલ થવાની અટકળો વચ્ચે પાર્ટીમાં તેમની ભૂમિકાને લઇને ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દા પર કૉંગ્રેસ ઝડપથી કોઇ મોટો નિર્ણય લઇ શકે છે.પ્રશાંત કિશોર દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીમાં મોટી ભૂમિકા ઇચ્છે છે તે માટે તેમણે પાર્ટીને કેટલાક સૂચનો પણ કર્યા છે.

પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરની ભૂમિકા અને પાર્ટીના કેસમાં નિર્ણય લેનારી ટીમનો ભાગ બનવા માંગે છે.પાર્ટીની અંદર એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે આવનારા કેટલાક મહિનામાં કોંગ્રેસમાં સંગઠનાત્મક સ્તર પર મોટા બદલાવ થઇ શકે છે તે બાદ કેટલીક નવી નિયુક્તિઓ કરવામાં આવશે.સાથે જ પાર્ટીમાં નવી સમિતિ પણ બનાવવામાં આવશે.

રિપોર્ટ અનુસાર પ્રશાંત કિશોરે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં એક સ્પેશ્યલ એડવાઇઝરી કમિટી બનાવવાની સલાહ આપી છે, જે રાજનીતિ સાથે જોડાયેલા મોટા નિર્ણય લેશે.પ્રશાંત કિશોર અનુસાર આ કમિટીમાં વધુ સભ્ય ન હોવા જોઇએ, આ ગઠબંધનથી લઇને ચૂંટણી કેમ્પેઇનની રણનીતિ સુધી દરેક રાજનીતિ ગતિવિધિ પર ચર્ચા કરીને જ અંતિમ નિર્ણય લે.

પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાને લઇને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીનિયર નેતાઓ પાસે અભિપ્રાય માંગ્યો હતો. 22 જુલાઇએ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી, જેમાં આ મુદ્દાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાહુલ ગાંધી સિવાય એકે એન્ટની, મલ્લિકા અર્જૂન ખડગે, કેસી વેણુગોપાલ, કમલનાથ અને અંબીકા સોની સહિત લગભગ અડધા ડઝનથી વધારે સિનિયર નેતાઓ સામેલ થયા હતા.

મહત્વપૂર્ણ છે કે પ્રશાંત કિશોરે 13 જુલાઇએ દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને કોંગ્રેસને મજબૂત બનાવવા પર ચર્ચા થઇ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch