Sat,27 April 2024,10:50 am
Print
header

કોંગ્રેસ ગુજરાતમાં હારવાની છે ! જાણો ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી- gujaratpost

ઉદેપુરની ચિંતન શિબિરમાં કોઇ મહત્વનો નિર્ણય ન લેવાયો 

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસનો કારમો પરાજય થશે

ઉદેપુરઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ઉદેપુરમાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિર બાદ નિવેદન આપ્યું છે. કિશોરે એવી ભવિષ્યવાણી કરી છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થશે. કોંગ્રેસમાં જોડાવાની ઓફરને પ્રશાંત  કિશોરે થોડા સમય પહેલા જ નકારી કાઢી હતી. હવે કિશોરે ટ્વિટ કરીને ગુજરાતમાં અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હારની ભવિષ્યવાણી કરી છે.

પ્રશાંત કિશોરે કહ્યું  ઉદેપુરની ચિંતન શિબિરમાં કોઇ મહત્વની જાહેરાત નથી કરાઇ, મારા મતે ચિંતન શિબિરમાંથી પાર્ટીએ કંઈ અર્થપૂર્ણ હાંસલ કર્યું નથી. ગુજરાત તથા હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પાર્ટીનો પરાજય થશે, કોંગ્રેસની નેતાગીરી હજુ સુધી કોઇ નિર્ણય પર નથી પહોંચી, ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને રાજ્યોમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી આવશે, બંને રાજ્યમાં હાલમાં ભાજપ છે અને ભાજપે અત્યારથી અહીં તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રશાંત કિશોરની અગાઉની અનેક ભવિષ્ણવાણી સાચી પડી ચુકી છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી કોંગ્રેસને નુકસાન થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar