Mon,06 May 2024,12:51 am
Print
header

સ્પામાં કામ કરતી યુવતીને ફટકારનારા આરોપીની ધરપકડ, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કરી કાર્યવાહી- Gujarat Post

અમદાવાદઃ શહેરમાં બે દિવસ પહેલા સિંધુભવન વિસ્તારમાં સ્પામાં કામ કરતી એક યુવતીને સ્પાના માલિક દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, આરોપી સ્પા માલિકે યુવતી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને તેના કપડાં ફાડી નાખ્યાં હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં હતા. જેને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વીડિયો વાયરલ થયાના 24 કલાકમાં જ સ્પાના માલિકની ધરપકડ કરી હતી.

પોલીસે ફરિયાદ નોંધાયા બાદ યુવતીએ એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં યુવતી કહી રહી છે કે, આરોપી યુવક મોહસીન હુસેન રંગરેજ બન્નેએ ભેગા મળી પાર્ટનરશીપમાં સ્પા ખોલ્યું હતું જેમાં પૈસાના વહીવટ બાબતે બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ બોલાચાલી ઉગ્ર થતા યુવકે યુવતી પર હાથ ઉપાડ્યો હતો અને અણછાજતું વર્તન કર્યું હતું. આ મામલો ઉગ્ર બનતા યુવતીએ 100 નંબર ડાયલ કર્યો હતો. જે બાદ યુવતીનો પોલીસે સંપર્ક કરી ફરિયાદ કરવા માટે સમજાવી હતી. પોલીસ અને મીડિયાનો પણ યુવતીએ આભાર માન્યો હતો. હાલમાં આરોપી પોલીસ સકંજામાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch