Sat,27 April 2024,5:47 am
Print
header

કોરોના વાયરસની રસીને લઈ શું આવ્યા મોટા સમાચાર, જાણો વધુ વિગતો

લંડનઃ કોરોના વાયરસની રસીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટિશ સરકારે ફાઇઝર વેક્સિનને આગામી સપ્તાહે યૂઝ કરવાની મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુકેની સરકારે ફાઇઝર વેક્સિનને મોટા પાયે ઉપયોગમાં લાવવાની મંજૂરી આપી દીધી છે.

બ્રિટિશ સરકારના MHRAના સુત્રો અનુસાર, ફાઇઝરની વેક્સિન કૉવિડ-19 દર્દીઓ માટે વધુ અસરકારક સાબિત થઇ છે. ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને સરકારે મંજૂરી આપી દીધી જે આગામી સપ્તાહે આવી જશે.

અમેરિકા અને યુરોપના નિર્ણય પહેલા ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપનારો યુકે પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે.વેક્સિન આગામી સપ્તાહે ઉપલબ્ધ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલા જ ફાઇઝર કંપનીએ જાહેરાત કરી હતી કે, કંપની એવી વેક્સિન બનાવામાં સફળ થઇ છે, જે કોરોના વાયરસ સામે 96% અસરદાર છે. બ્રિટનની મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રૉડક્ટ્સ રેગ્યૂલેટરી એજન્સીએ ફાઇઝર અને બાયૉએનટેક કોરોના વાયરસ વેક્સિનની નિરીક્ષણ કરવાની મંજૂરી આપી દીધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch