Sat,27 April 2024,4:28 am
Print
header

ભારતમાં કોરોના સંકટ, પાકિસ્તાનના ઈધી ટ્રસ્ટે મદદ માટે 50 એમ્બ્યુલન્સ અને કર્મચારીઓ મોકલવાની બતાવી તૈયારી

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે હવે  પાડોશી દેશ પાકિસ્તાને મદદ માટે હાથ લંબાવ્યો છે. પાકિસ્તાનના 'ઈધી વેલફેર ટ્રસ્ટ' દ્વારા કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે મદદ કરવા ભારતને 50 એમ્બ્યુલન્સ અને સહાયક કર્મચારીઓ મોકલવાની તૈયારી બતાવવામાં આવી છે. ટ્રસ્ટના પ્રમુખ ફૈસલ ઈધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીને લખેલા પત્રમાં કહ્યું સંગઠન ભારતમાં કોરોના વાયરસ સંબંધિત સ્થિતિ પર ગંભીરતાથી નજર રાખી રહ્યું છે. ફૈસલે કહ્યું કે ઈધી ટ્રસ્ટ આ મુશ્કેલ સ્થિતિમાં ભારતીયોની સાથે સહાનુભૂતિ રાખે છે તેઓ ભારતના લોકોની મદદ માટે 50 એમ્બ્યુલન્સ અને કર્મચારીઓ મોકલવા તૈયાર છે.

દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) તાંડવ મચાવ્યું છે બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે. સતત 10 મા દિવસે ભારતમાં કોરોનાના 2.50 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 2600 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.એક્ટિવ કેસનો આંકડો 25 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતી

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,46,786 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યાં છે 2624 લોકોનાં મોત થઇ ગયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જો કે 24 કલાકમાં 2,19,838 લોકો ઠીક પણ થયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch