Sat,27 April 2024,10:21 am
Print
header

કોરોના વાયરસની રસી માટે ભારત સામે તાકીને બેઠું છે પાકિસ્તાન, શું પાકને મળશે રસી ?

ઇસ્લામાબાદઃ ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પાકિસ્તાનને ભારતમાં બનેલી ઑક્સફર્ડની કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ રસી (Oxford-Astrazeneca)ના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. જો કે પાકિસ્તાન ભારત સાથે દ્વિપક્ષીય કરાર હેઠળ આ રસી હસ્તગત કરશે નહીં. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને આ રસી તેની 20% વસ્તી માટે આ કોવેક્સ (COVAX)યોજના હેઠળ મળશે.

વડાપ્રધાન ઇમરાન ખાનના વિશેષ સહાયક ડૉક્ટર ફૈઝલ સુલતાને પાકિસ્તાની અખબાર ડોન સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતમાં બનેલી કોરોના વાયરસની રસીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ ઓથોરિટીના એક અધિકારીએ કહ્યું કે ચીનના સાયનોફોર્મ રસી માટે આવતા અઠવાડિયે કરાર કરાશે,  દ્રીપક્ષીય કરાર હેઠળ પાકિસ્તાનને આ કોરોના રસી મળશે કે કેમ તે અંગેના સવાલ પર સુલતાને કહ્યું કે રજીસ્ટ્રેશનને રસીની ઉપલબ્ધતા અથવા પુરવઠાની સાથે મિક્સ કરવું જોઇએ નહીં.

પાકિસ્તાનની આ રીતે રસી મેળવવા પર નજર

સુલતાને કહ્યું કે અમે આ રસીને રજીસ્ટર કરી લીધી છે કારણ કે તેની અસરકારકતા લગભગ 90% છે અમે તેને અન્ય માધ્યમથી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશું. અગત્યની વાત એ છે કે આ મંજૂરી અમને કોવેક્સ યોજના હેઠળ મળશે. આપને જણાવી દઈએ કે કોવેક્સ એક ગઠબંધન છે જેને ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સીન એન્ડ ઇમ્યુનાઇઝેશન (GAVI) એ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સાથે મળીને બનાવ્યું છે.

કોવેક્સે વચન આપ્યું છે કે તેઓ વિશ્વના 190 દેશોમાંની 20 ટકા વસ્તીને મફ્તમાં કોરોના રસી ઉપલબ્ધ કરાવશે. તેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ છે.પાકિસ્તાને આશા છે કે એપ્રિલની આસપાસ તેને ભારતમાં બનેલી કોરોના વાયરસની રસી મળી શકે છે. જ્યારે ઇમરાનના સલાહકારને ભારત સાથેનો વેપાર બંધ હોવા તરફ ધ્યાન દોરવામાં આવ્યું તો કહ્યું કે જીવનરક્ષક દવાઓ આયાત કરી શકાય છે.

બીજી તરફ રાષ્ટ્રીય આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનને ભારતમાં બનેલી ઓક્સફર્ડની કોરોના રસી મળવાના લગભગ કોઈ ચાન્સ નથી.તેનું કારણ એ છે કે ભારતે પહેલા તેના રિસર્ચને ખરીદી લીધા છે  આ સિવાય ભારત સરકારે જાહેરાત કરી છે કે તે પહેલા પોતાના નાગરિકોને પ્રાથમિકતા આપશે. પાકિસ્તાનને ઓક્સફર્ડની કોરોના રસી મળવાનો એક માત્ર ચાન્સ કોવેક્સ યોજના છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch