Sat,27 April 2024,8:04 am
Print
header

PM મોદી જર્મની, ડેનમાર્ક, ફ્રાન્સના પ્રવાસે જશે, જાણો વિગતવાર કાર્યક્રમ- Gujarat Post

(ફાઈલ તસવીર)

  • પીએમ મોદી 2 થી 4 મે દરમિયાન વિદેશ પ્રવાસે
  • મોદી જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2022માં પ્રથમ વખત વિદેશ પ્રવાસે જઈ રહ્યાં હોવાનું વિદેશ મંત્રાલય દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટથી માહિતી આપતાં જણાવ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 થી 4 મે દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની સત્તાવાર મુલાકાત લેશે. બર્લિનમાં મોદી જર્મનીના ફેડરલ ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિકસનના આમંત્રણ પર મોદી કોપનહેગન જશે.જ્યાં તેઓ ડેનમાર્ક દ્વારા આયોજિત 2જી ભારત-નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે.4 મેના રોજ પરત ફરતી વખતે PM પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે.

મોદીના વિદેશ પ્રવાસ પર માત્ર ભારતના મીડિયાની નહીં પણ સમગ્ર વિશ્વના મીડિયાની નજર રહેશે, કોરોનાની સ્થિતી સામાન્ય થયા પછી મોદીનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch