Sat,27 July 2024,11:15 am
Print
header

PM મોદીએ બાઈડેનને સમજાવ્યું કોણાર્ક ચક્રનું મહત્વ, ઋષિ સુનકને ભેટ્યાં, આ રીતે મહેમાનોનું કર્યુ સ્વાગત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 માટે ભારત મંડપમમાં મહેમાનોનું સ્વાગત કર્યું. અહીં સ્વાગત સમારોહમાં વિવિધ દેશોના વડાઓનું વડાપ્રધાને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમે જે નેતાઓ સાથે સૌથી વધુ ઉષ્મા દર્શાવી તેમાં યુએસ પ્રમુખ જો બાઇડેન, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, યુકેના વડાપ્રધાન ઋષિ સુનાક અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન-સલમાન ખાસ હતા. આ તમામ નેતાઓ સાથે પીએમ મોદીની જુગલબંધી કેમેરામાં કેદ થઈ હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ જી-20 સંમેલનમાં હાજરી આપી ચૂક્યાં છે. બાઈડેનને આવકારવા માટે પીએમ મોદી પોતે  તેમની જગ્યાએથી બે ડગલાં આગળ આવ્યાં હતા. દરમિયાન પીએમ મોદી બાઇડેનને કોણાર્ક ચક્ર વિશે જણાવતા પણ જોવા મળ્યાં હતા.

PM મોદીએ G-20 કોન્ફરન્સમાં બ્રિટનના PM ઋષિ સુનક સાથે ઉષ્માભર્યું મુલાકાત કરી હતી.મોદીએ પહેલા ઋષિ સુનક સાથે હાથ મિલાવ્યો અને પછી તેમને ગળે લગાવ્યાં હતા.બંને નેતાઓએ લાંબા સમય સુધી વાત કરી અને ફોટોગ્રાફ્સ લીધા હતા.

જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પણ દિલ્હી પહોંચ્યા હતા. પીએમ મોદીની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પહેલા હાથ મિલાવ્યાં અને એકબીજા સાથે વાત કરી. આ પછી પાછા જતા સમયે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ પણ હાથ જોડીને પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો તેમની પત્ની સાથે G-20 કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિનું ગળે લગાવીને સ્વાગત કર્યું અને તેમની પત્ની સાથે હાથ મિલાવ્યો હતો. આમ મોદીએ આજે વિશ્વભરથી આવેલા અનેક નેતાઓનું સ્વાગત કર્યું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch