Sat,20 April 2024,7:22 pm
Print
header

ફરીથી PM મોદી જશે અમેરિકાના પ્રવાસે, વ્હાઇટ હાઉસે શરૂ કરી તૈયારી- Gujarat Post

નવી દિલ્હીઃ અમેરિકાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન આ વર્ષે જૂનમાં નરેન્દ્ર મોદીને સ્ટેટ ડિનર માટે આમંત્રિત કરવા માંગે છે. આ માટે વ્હાઇટ હાઉસમાં યોજનાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. 

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે. સ્ટેટ ડિનરને અમેરિકા-ભારત વચ્ચેના વધતા સંબંધોના પ્રદર્શન તરીકે પણ જોઈ શકાય છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત જી-20 સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ચર્ચાનો મુખ્ય વિષય રશિયાનો યુક્રેન પરનો હુમલો હશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ બેઠકમાં ભાગ લેશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. સાથે જ મે મહિનામાં યોજાનાર ક્વાડ સમિટ દરમિયાન જો બાઇડેન પણ પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે ઉત્સુક છે. આ બેઠક ઓસ્ટ્રેલિયામાં યોજાવાની છે.

પીએમ મોદી સાથે અમેરિકી રાષ્ટ્રપતિની ડિનર પાર્ટી ત્રીજી સત્તાવાર મુલાકાત અને સ્ટેટ ડિનર હશે.આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે અને એપ્રિલમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલ સાથે સ્ટેટ ડિનર કાર્યક્રમ થયો હતો. મોદીની અમેરિકી યાત્રા દરમિયાન બિઝનેસ અને સંરક્ષણ મામલે પણ ચર્ચાઓ થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch