Fri,03 May 2024,4:07 pm
Print
header

વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ- Gujarat Post

અમદાવાદઃ પીએમ મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાતમાં તેઓ વિવિધ લોકાર્પણ કરશે અને આ સાથે જ ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીનું રણશિંગૂ ફૂંકવામાં આવશે. વડાપ્રધાનનાં આગમનને લઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. પીએમ મોદીનાં કાર્યક્રમને લઈ અમદાવાદ શહેરમાં સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટી થી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી રસ્તો બંધ રહેશે.

ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. ત્યારે જેને લઈ  એક વિશાળ સહકાર સંમેલનનું આયોજન અમુલ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત રહેશે. આ સંમેલન અમદાવાદ મોટેરા ખાતે આવેલા સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં પ્રધાનમંત્રી મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી અમૂલના 5 નવા પ્રોજેક્ટ શુભારંભ કરવાશે.

પીએમ મોદીનું શિડ્યૂલ

8:50 દિલ્હીથી નીકળી 10:20 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન

10:40 કલાકે PM નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પહોચશે

10:45 થી 11:45 GCMMF આયોજીત સહકાર સંમેલનમાં હાજરી આપશે

12 કલાકે હેલિકોપ્ટરથી મહેસાણા જવા રવાના થશે

2: 45 થી 12: 55 દરમિયાન તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં કરશે દર્શન

1 કલાકે તરભ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

2:45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે અને હેલિકોપ્ટર બદલી સુરત રવાના થશે

4:15 કલાકે નવસારી ખાતેનાં મિત્ર પાર્કમાં કાર્યક્રમમાં પહોચશે  

4:15 થી 5: 15 જાહેર કાર્યક્રમ અને સભાને સંબોધશે

6 કલાકે કાકરાપાર પહોચશે

6:15 થી 6:45 દરમિયાન કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત

7:35 સુધી સુરત એરપોર્ટ પહોચશે અને વારાણસી જવા રવાના થશે

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch