Sun,05 May 2024,10:21 am
Print
header

ભારતને મળી પ્રથમ અંડરવોટર મેટ્રો, કોલકત્તામાં પીએમ મોદીએ કર્યુ ઉદ્ઘઘાટન

કોલકત્તાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 15,400 કરોડના કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન પીએમ મોદીએ છ નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ અંતર્ગત કોલકાત્તાના હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેની અંડરવોટર મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ સાથે ભારતમાં નદીની નીચેની પ્રથમ ટનલ પણ ટ્રાફિક માટે ખોલવામાં આવશે.ઉદ્ઘઘાટન બાદ વડાપ્રધાન મોદી  ભારતની પ્રથમ અન્ડરવોટર મેટ્રો રેલ પર સવાર થયા અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

મોદીએ મેટ્રો કર્મચારીઓ સાથે લાંબી વાતચીત કરી હતી. આ દરમિયાન બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદાર, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારી પણ તેમની સાથે ટ્રેનમાં હાજર હતા. આ ટ્રેનથી હજારો મુસાફરોને ફાયદો થશે.

અંડર વોટર ટ્રેનની વિશેષતા

હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેની ટનલની લંબાઈ 4.8 કિલોમીટર છે

1.2 કિ.મીની ટનલ હુગલી નદીની નીચે 30 મીટર નીચે આવેલી છે, જે તેને કોઈપણ મોટી નદીની નીચે દેશની પ્રથમ પરિવહન ટનલ છે.

હુગલી નદીની નીચે સ્થાપિત હાવડા મેટ્રો સ્ટેશન પણ દેશનું સૌથી ઊંડું સ્ટેશન છે.

આ ટનલ પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે.

કોરિડોર હાલમાં સોલ્ટ લેક સેક્ટર 5 થી સિયાલદહ સુધી કોમર્શિયલ ઓપરેશનમાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch