Sun,28 April 2024,4:18 am
Print
header

PM મોદીએ અમદાવાદથી 10 નવી વંદે ભારત એક્સપ્રેસને આપી લીલી ઝંડી, રેલવે બજેટને લઈને કહી આ વાત- Gujarat Post

(Photo: ANI)

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી દેશને 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. તેમણે આજે 85 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું છે.

રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત એક યુવાનોનો દેશ છે, અહીં મોટી સંખ્યામાં યુવા વસ્તી રહે છે. હું યુવાનોને કહેવા માંગુ છું કે આજે જે ઉદ્ઘઘાટન થયું છે તે લોકો માટે છે. આજે જે શિલાન્યાસ થયો તે તમારા ઉજ્જવળ ભવિષ્યની બાંયધરી છે. આઝાદી પછી આવેલી સરકારોએ રાજકીય સ્વાર્થને પ્રાધાન્ય આપ્યું હતું. ભારતીય રેલ્વે તેનો મોટો શિકાર છે. અમે સરકારના બજેટમાં રેલવેનો સમાવેશ કર્યો, જેના કારણે હવે સરકારના ભંડોળનો ઉપયોગ રેલવેના વિકાસ માટે થાય છે.

પીએમ મોદીની આ મુલાકાતમાં સાબરમતીનો ગાંધી આશ્રમ મુખ્ય છે. સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ' નો પ્રારંભ કરાવશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. 17 જૂન 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા 26972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch