Fri,26 April 2024,4:04 pm
Print
header

યુએનમાં પાકિસ્તાને ઉઠાવ્યો ભારતમાં લઘુમતીઓના અધિકારોનો મુદ્દો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ- Gujarat Post

(PAK ના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો અને ભારતના શ્રીનિવાસ ગોત્રુ)

ન્યૂયોર્કઃ વિશ્વના સૌથી મોટા મંચ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ભારતે ફરી એક વાર પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી છે. યુએનઇએસની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ દાવો કર્યો હતો કે ભારત એક હિન્દુ દેશમાં ફેરવાઈ રહ્યું છે અહીં લઘુમત્તીઓ પર અત્યાચાર થઇ રહ્યાં છે.

ભુટ્ટોએ કહ્યું કે, મુસ્લિમો સામે નફરતની વિચારધારાથી પ્રેરાઈને સત્તા પર બેઠેલા ભાજપ અને આરએસએસ ભારતના ઈસ્લામિક વારસાને ખતમ કરવાનું કામ કરી રહ્યાં છે. તેના જવાબમાં ભારતે કહ્યું, "આ ખૂબ જ વ્યંગાત્મક છે કે પાકિસ્તાન લઘુમતીઓ વિશે ભાષણ આપતી વખતે મારા દેશનું નામ લઈ રહ્યું છે. જ્યારે વિશ્વ સારી રીતે જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પછી તે હિન્દુ હોય કે ખ્રિસ્તી હોય કે અન્ય કોઈ સાથે કેવી રીતે ભેદભાવ કરવામાં આવે છે. તેમના પર અત્યાચાર કરવામાં આવે છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક અધિકારોનું ઉલ્લંઘન લાંબા સમયથી ચાલી રહ્યું છે. તેનો લાંબો ઇતિહાસ છે, જે આખી દુનિયાએ જોયો છે.

શ્રીનિવાસ ગોત્રુએ આખી દુનિયાની સામે પાકિસ્તાનને ઠપકો આપતા કહ્યું કે, "પાકિસ્તાને લઘુમતીઓને લગભગ ખતમ કરી દીધા છે. પાકિસ્તાન સતત હિન્દુ, શીખ, ખ્રિસ્તી અને અહમદિયા મુસલમાનોના માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાનમાં હજારો મહિલાઓ અને બાળકો, ખાસ કરીને લઘુમતી સમુદાયોની હિન્દુ છોકરીઓનું અપહરણ કરીને બળજબરીથી ધર્મપરિવર્તન કરીને લગ્ન કરાવવામાં આવે છે.તેઓ વિરોધ કરે છે ત્યારે તેમને માર મારવામાં આવે છે. પોલીસ અને કાયદો પણ તેમને મદદ કરતો નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch