Fri,19 April 2024,4:19 am
Print
header

દક્ષિણ અમેરિકાના દેશ ઇકવાડોરમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 12 લોકોનાં મોત- Gujarat Post

ઇકવાડોરઃ દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે 12 લોકોનાં મોતના સમાચાર છે.ઇક્વાડોરના દરિયાકાંઠાના ગુઆસ પ્રદેશમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મોટી તીવ્રતાવાળા ભૂકંપને કારણે નુકસાન થયું છે. અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ભૂકંપના જોરદાર આંચકાથી શહેરમાં અનેક મકાનો અને ઇમારતોને નુકસાન થયું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર મકાનોમાં તિરાડો જોવા મળી છે. બચાવ ટીમ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી ગઈ છે અને બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે. ઘણા વિસ્તારોમાં વીજળી અને કનેક્ટિવિટી ખોરવાઈ જવાને કારણે બચાવમાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો દોડતા જોવા મળી રહ્યાં છે. લોકો ઘરની બહાર નીકળ્યાં બાદ રસ્તાઓ પર એકઠા થઈ રહ્યાં છે. કેટલાક લોકોએ ભૂકંપ પછી તેમના ઘરની અંદર પડેલી વસ્તુઓ વિશે વીડિયોથી માહિતી આપી હતી.ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમને જણાવ્યું કે ઇમરજન્સી ટીમો અસરગ્રસ્તોને મદદ કરવા માટે પહોંચી ગઇ છે, અમે લોકોને બચાવી રહ્યાં છીએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch