Sun,28 April 2024,11:58 am
Print
header

દિલ્હીમાં જેલમાંથી ચાલશે સરકાર, CM કેજરીવાલે ED કસ્ટડીમાં રહીને પહેલો આદેશ કર્યો જારી

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે જેલમાંથી સરકાર ચલાવી રહ્યાં છે. કેજરીવાલે EDની કસ્ટડીમાં પોતાનો પહેલો આદેશ જારી કર્યો છે, જે જળ મંત્રાલય સાથે સંબંધિત છે. આ આદેશની નોટિસ દિલ્હી સરકારના મંત્રી આતિશીને મોકલવામાં આવી છે.

કેજરીવાલ 28 માર્ચ સુધી ED રિમાન્ડમાં

દિલ્હીની રાઉઝ એવન્યું કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર પોતાનો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે અરવિંદ કેજરીવાલના 28 માર્ચ સુધી રિમાન્ડ આપ્યાં છે. કેજરીવાલે કહ્યું કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ નહીં અને જો મારે કરવું પડશે તો હું જેલમાંથી સરકાર ચલાવીશ. તેમણે કહ્યું કે અંદર હોય કે બહાર... સરકાર ત્યાંથી ચાલશે. મને ખાતરી છે કે અમને સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ અમે આ કામ કરવાનો પ્રયાસ કરીશું. દિલ્હીના લોકો આ જ ઈચ્છે છે.

તેમનો હેતુ પૂછપરછ કરવાનો નથી- કેજરીવાલ

ધરપકડ બાદ કેજરીવાલે કહ્યું હતું કે EDના અધિકારીઓ સારી રીતે અને સન્માનપૂર્વક વર્તે છે. તેઓ જે ઈચ્છે તે માટે હું સંપૂર્ણપણે તૈયાર છું. તેમનો ઉદ્દેશ પૂછપરછ કરવાનો નથી, માત્ર જાહેર સમર્થનની બાબતો છે. કેજરીવાલને દારૂ કૌભાંડનો કિંગપિન કહેવાના પ્રશ્ન પર તેમણે કહ્યું, નીતિ ઘણા સ્તરોમાંથી પસાર થઈ છે. કાયદા સચિવ, નાણાં સચિવ બધાએ સહી કરી છે. એલજીએ પણ હસ્તાક્ષર કર્યાં હતા. સમજાતું નથી કે માત્ર કેજરીવાલ અને સિસોદિયા કેવી રીતે જેલમાં છે ?

EDના ગંભીર આરોપો

ગુરુવારે સાંજે 10મીએ સમન્સ સાથે EDની ટીમ અચાનક કેજરીવાલના ઘરે પહોંચી હતી અને લગભગ 2 કલાક સુધી તેમની પૂછપરછ કર્યાં પછી દારૂ નીતિ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને રાઉઝ એવન્યું કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. 7 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતા.

EDએ રિમાન્ડ કોપીમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની લિકર પોલિસીની રચના, અમલીકરણ અને ગુનાની કાર્યવાહીના ઉપયોગમાં અનિયમિતતામાં ભૂમિકા છે. સીએમ કેજરીવાલ દિલ્હી સરકારના મંત્રીઓ, AAP નેતાઓ અને અન્ય વ્યક્તિઓ સાથે મળીને દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મુખ્ય કાવતરાખોર છે. તપાસ એજન્સીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે લિકર પોલિસી 2021-22 તૈયાર કરવાના ષડયંત્રમાં સામેલ હતા અને આ પોલિસીમાં લાભ આપવાના બદલામાં તેમણે દારૂના ધંધાર્થીઓ પાસેથી લાંચ લીધી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch