Sat,27 July 2024,3:41 pm
Print
header

ઉત્તર કોરિયાએ ફરી લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છોડી, 1,000 કિ.મી સુધી ભરી ઉડાન- Gujarat Post

કિમ જોંગ ઉને ફરી બતાવી દુનિયાને તાકાત 

સિઓલઃ ઉત્તર કોરિયાએ ફરી એકવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ  છોડી છે. દક્ષિણ કોરિયાની સેનાએ આ જાણકારી આપી છે. દક્ષિણ કોરિયાની સૈન્યએ જણાવ્યું કે, બેલેસ્ટિક મિસાઇલ સ્થાનિક સમય અનુસાર સવારે 7:10 વાગ્યે પ્યોંગયાંગથી છોડવામાં આવી હતી અને તે કોરિયન દ્વીપકલ્પના પૂર્વમાં દરિયાઇ ક્ષેત્રમાં પડી હતી. જાપાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે મિસાઇલ જાપાનના ટાપુથી 250 કિમી દૂર પડી છે. અગાઉ તેણે લગભગ 70 મિનીટ સુધી ઉડાન ભરી હતી.

દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે મિસાઈલ ફાયરિંગ યુએનના ઠરાવોની વિરુદ્ધ છે. ઉપરાંત ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયાએ આ ઉશ્કેરણી માટે કિંમત ચૂકવવી પડશે. દક્ષિણ કોરિયાએ જાપાન અને યુએસ સાથે મજબૂત સુરક્ષા સહયોગની પણ હાકલ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાપાન અને દક્ષિણ કોરિયા મિસાઈલ પરીક્ષણ બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની માંગ કરી શકે છે. દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી સૈન્ય કવાયત વચ્ચે ઉત્તર કોરિયાએ ઘણી વખત મિસાઈલ છોડી છે. પ્યોંગયાંગે આ સૈન્ય કવાયતની નિંદા કરી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલ જાપાનની મુલાકાતે છે. તે ટોક્યોમાં સમિટમાં ભાગ લેશે.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch