Sat,27 April 2024,12:04 am
Print
header

Pegasus row: ફોન જાસૂસી કાંડમાં ભાજપના સહયોગી નીતીશ કુમારે કરી તપાસની માંગ

નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી દેશમાં હાહાકાર મચાવનાર પેગાસસ ફોન ટેપિંગ જાસૂસી કાંડને લઈને હવે ભાજપની સહયોગી પાર્ટી જેડીયુએ મોદી સરકારની ચિંતામાં વધારો કર્યો છે. બિહારના સીએમ નીતિશ કુમારે તેની તપાસની માંગ કરી છે. જાસૂસી મામલે કેંદ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સરકાર પર ફોન ટેપિંગનો આરોપ લગાવીને વિપક્ષના નેતાઓ હંગામો કરી રહ્યાં છે. સાથે જ સમગ્ર કેસમાં તપાસની માંગ કરી રહ્યા છે. સંસદમાં પેગાસસ જાસૂસી મામલાને લઈ ખૂબ જ હંગામો થયો છે. વિપક્ષની માંગ છે કે પાર્લિયામેન્ટ્રી કમિટી બનાવવામાં આવે જે આ મામલે તપાસ કરે. વિપક્ષની આ માંગનો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સમર્થન કર્યું છે.

એનડીએના સહયોગી નીતીશ કુમારે પેગાસસ જાસૂસી મામલે તપાસની માંગ કરી છે. જનતા દરબાર ખતમ થયા બાદ મીડિયા સાથે વાતચીતમાં નીતીશ કુમારે કહ્યું ફોન ટેપિંગની વાત ઘણા દિવસોથી સામે આવી રહી છે. તેની તપાસ થવી જોઈએ. આ વાત હું પહેલા પણ જણાવી ચૂક્યો છું. આજકાલ કોઈ શું કરી લેશે તે કહેવું મુશ્કેલ છે. એટલે મારા હિસાબથી આ કેસમાં એક-એક વસ્તુ જોઈએ, યોગ્ય પગલા ઉઠાવવા જોઈએ.

મુખ્યમંત્રી નીતિશે કહ્યું, શું થયું છે અને શું નહીં તેના પર સંસદમાં લોકો વાતચીત કરી રહ્યાં છે. સમાચાર પત્રોમાં જે આવી રહ્યું છે, તેને જ આપણે લોકો જોઈએ છીએ. પરંતુ આ કેસમાં પૂરી રીતે તપાસ થવી જોઈએ કે કોના કોના ફોનની તપાસ કરાવી સાંભળી રહ્યાં છો. જેથી જે સત્ય હોય તે સામે આવે. ક્યારેય પણ કોઈને ડિસ્ટર્બ કરવા માટે કોઈ આ પ્રકારનું કામ કરતું હોય, તો આ ન થવું જોઈએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch