Sat,27 July 2024,10:29 am
Print
header

મોદીને સમર્થન, નવા સંસદ ભવનના ઉદ્ઘઘાટનને લઇને વિપક્ષના બહિષ્કાર સામે ઉભા થયા પૂર્વ અમલદાર-રાજદૂત- Gujarat Post

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘઘાટનને લઈને રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘઘાટન કરશે. આ અંગે અનેક રાજકીય પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે પીએમને બદલે રાષ્ટ્રપતિએ ઉદ્ઘઘાટન કરવું જોઈએ. સામે દેશના 260 થી વધુ પ્રતિષ્ઠિત લોકોએ બહિષ્કાર માટે વિરોધ પક્ષોની નિંદા કરી છે.

270 નાગરિકોએ સંસદની નવી ઇમારતના ઉદ્ધઘાટન મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષની નિંદા કરી છે. જેમાં 88 નિવૃત્ત અમલદારો, 100 પ્રતિષ્ઠિત નાગરિકો અને 82 શિક્ષણવિદોનો સમાવેશ થાય છે. આ લોકોએ સંયુક્ત નિવેદન જારી કરીને વિપક્ષની ટીકા કરી છે. સંયુક્ત નિવેદન જારી કરનારાઓમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ભૂતપૂર્વ ડિરેક્ટર વાયસી મોદી, ભૂતપૂર્વ IAS અધિકારીઓ આરડી કપૂર, ગોપાલકૃષ્ણ અને સમીરેન્દ્ર ચેટર્જી ઉપરાંત લિંગાયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનિલ રોય દુબેનો સમાવેશ થાય છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનો ઉદ્ઘઘાટન સમારોહ તમામ ભારતીયો માટે ગર્વનો પ્રસંગ છે. પરંતુ વિરોધ પક્ષ આ પ્રસંગે રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. તેમના પોકળ દાવાઓ અને પાયાવિહોણી દલીલો સમજની બહાર છે. આ પ્રતિષ્ઠિત નાગરિકોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘઘાટન કરી રહ્યાં છે, તેના આધારે લોકો સમારંભનો બહિષ્કાર કરી લોકશાહીની લાગણીઓને ખુલ્લેઆમ ઠેસ પહોંચાડી રહ્યાં છે

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch