Sat,04 May 2024,7:26 pm
Print
header

પાકિસ્તાનને લઇને સૌથી મોટા સમાચાર, નવાઝ શરીફે ગઠબંધન સરકાર બનાવવાનું કર્યું આહ્વવાન, ભારત સાથે મજબૂત સંબંધોની વાત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મતગણતરી ચાલુ છે. અનેક બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ગઠબંધન સરકાર બનાવવાની હાકલ કરી છે. એવી ધારણા છે કે આ વખતે પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદની રચના થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શુક્રવારે રાત્રે 1 વાગ્યા સુધી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકોએ 98 સીટો પર જીત મેળવી હતી.પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે 69 બેઠકો જીતી છે જ્યારે પીપીપીએ 51 બેઠકો જીતી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીનું પ્રદર્શન પણ સારું દેખાઇ રહ્યું છે.

પડોશીઓ સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વર્ષોથી વણસેલા છે, ,ત્યારે નવાઝ શરીફે કહ્યું કે તેઓ પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે. નવાઝના આ નિવેદનને લોકો ભારત સાથે જોડી રહ્યાં છે. નવાઝે વધુમાં કહ્યું કે અમે વિશ્વ અને અમારા પડોશીઓ સાથે સંબંધો સુધારીશું અને પડોશીઓ સાથે તમામ મુદ્દાઓ ઉકેલીશું. તેમણે તેમના સમર્થકોને પૂછ્યું કે શું તેઓ તેમના અભિપ્રાય સાથે સંમત છે, જેને હજારો સમર્થકોએ સમર્થન આપ્યું હતું.

નવાઝ શરીફે ભારતના વખાણ કર્યાં હતા

બ્રિટનથી પરત ફર્યાં બાદ શરીફે ભારતના વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે આપણી આસપાસના દેશો ચંદ્ર પર પહોંચી ગયા છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ જમીન પરથી ઉપર નથી આવ્યું. દરમિયાન તેમણે ગંભીર આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. આપણા પતન માટે આપણે જ જવાબદાર છીએ, નહીંતર આ દેશ અલગ જગ્યાએ પહોંચી ગયો હોત. વર્ષ 2013માં દેશ વીજળીના ભારે લોડ શેડિંગનો સામનો કરી રહ્યો હતો. પછી અમે આવ્યાં અને તે પૂર્ણ કર્યું. સમગ્ર દેશમાંથી આતંકવાદનો ખાત્મો કર્યો. આ સિવાય કરાંચીની શાંતિ પુનઃસ્થાપિત થઈ, હાઈવેનું નિર્માણ થયું, CPEC આવ્યું અને વિકાસ અને સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો.

નવાઝે કહ્યું- અમારી પાસે બહુમત નથી

પાકિસ્તાન મુસ્લિમ લીગે સૌથી વધુ બેઠકો જીતનાર પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, શરીફ અપક્ષ ઉમેદવારો સાથે સમાધાન કરી રહ્યાં છે. શરીફે લાહોરમાં પાર્ટી કાર્યાલયમાં કહ્યું કે અમારી પાસે સરકાર જાતે ચલાવવા માટે બહુમતી નથી. તેથી અમે અન્ય પક્ષો અને ઉમેદવારોને અમારી સાથે કામ કરવા આમંત્રણ આપીએ છીએ. પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે શરીફની પાર્ટીને બહુમતી મળવાની સંભાવના હતી.કારણ કે માત્ર પીએમએલએનને જ સેનાનો આશીર્વાદ મળ્યો છે.

પરિણામોમાં છેડછાડના આરોપ, પાકિસ્તાનના અનેક શહેરોમાં દેખાવો

પાકિસ્તાનમાં પરિણામ જાહેર કરવામાં વિલંબને કારણે સૈન્ય સંસ્થાઓ પર હેરાફેરીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શાંગલામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પીટીઆઈના બે સમર્થકો માર્યાં ગયા હતા અને 20 થી વધુ ઘાયલ થયા હતા.પરિણામોમાં કથિત ગોટાળાના આક્ષેપો સામે પેશાવર અને ક્વેટામાં પણ દેખાવો થયા હતા. પેશાવરમાં લગભગ 2000 પીટીઆઈ સમર્થકોએ ભાગ લીધો હતો.

દરમિયાન એક ઉમેદવારે દાવો કર્યો કે અમારા પરિણામો બદલાઈ ગયા છે. અમે જીતતા હતા. પરંતુ હેરાફેરી કરીને અમને હરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારે અમારા તમામ મતોની ગણતરી કરવી જોઈએ. લાહોરમાં 19 વર્ષીય મોહમ્મદ ઝુબેરે કહ્યું કે પીટીઆઈ સમર્થકો પીએમએલ-એનની જીતને સ્વીકારશે નહીં.

બિલાવલ-ઝરદારી નવાઝને મળી શકે છે

પરિણામની વચ્ચે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ લાહોરમાં બેઠક યોજી હતી. પીપીપી નેતા પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફને મળશે અને ગઠબંધન અંગે ચર્ચા કરશે. નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન બિલાવલ ભુટ્ટોએ શરીફ પર ઘણા શાબ્દિક પ્રહારો કર્યાં હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch