Sat,27 July 2024,8:57 pm
Print
header

ઉત્તર પ્રદેશઃ બહેનની ડેડ બોડીને પીઠ પાછળ બાંધીને બાઇક પર લઇ ગયો એક ભાઇ- Gujarat Post

લખનઉઃ ઉત્તર પ્રેદશના ઔરૈયા જિલ્લામાં આરોગ્ય સેવાઓની સ્થિતિ કેટલી ખરાબ છે તેનું ઉદાહરણ અહીં સીએચસીમાં જોવા મળ્યું હતું. નવીન બસ્તી વેસ્ટમાં રહેતા પ્રબલ પ્રતાપ સિંહની પુત્રી અંજલિ પાણી ગરમ કરવા માટે ડોલમાં મુકેલા હિટરના સળિયાને અડી જતા બેભાન થઈ ગઈ હતી. તેના પરિવારજનોની નજર પડતાં તેને બેભાન અવસ્થામાં સીએચસીમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. સીએચસી પરિષરમાં હાજર લોકો આ પછી શું થયું તે જોતા જ રહ્યાં. મૃતદેહ લઈ જવા માટે કોઈ વાહન ન હોવાથી ભાઈએ લાશને બાઇક પર રાખી હતી. બીજી બહેન પાછળ બેઠી અને તેને લઇ ગયા હતા.

ભાઈએ મૃતક બહેનની લાશને બાઇક પર મુકીને પીઠ પર દુપટ્ટો બાંધીને તે ઘર તરફ રવાના થયો હતો. લગભગ 15 મિનિટ સુધી દરેક આ ઘટનાને નીહાળતા રહ્યાં હતા.. મળતી માહિતી મુજબ, મંગળવારે બાબુરામ મોહનલાલ કોલેજ પાસે નવીન બસ્તી વેસ્ટમાં રહેતી અંજલિ ન્હાવા માટે પાણી ગરમ કરવા રૂમમાં ગઈ હતી. જ્યાં ડોલમાં રાખેલા હિટરનો વીજ કરંટ લાગ્યો હતો. જ્યારે પરિવારે અંજલિને ડોલ પાસે પડેલી જોઈ તો તેઓ તેને સીએચસીમાં લઈ ગયા. ત્યાં હાજર તબીબે અંજલીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત બાદ પરિવારજનો રડી પડ્યાં હતા. તબીબે પોસ્ટમોર્ટમ કર્યાં વગર જ મૃતદેહ ઘરે લઈ જવાનું કહ્યું હતુ.

અંજલિનો ભાઈ આયુષ, પિતા પ્રબલ અને અન્ય બહેન બાઇક પર હતા. આયુષ બાઇક પર બેસી ગયો. બીજી બહેન પાછળ બેઠી. સંતુલન ન બગડે તે માટે ભાઈ આયુષે અંજલિના શરીરને પીઠ પર દુપટ્ટા વડે બાંધી દીધું. લગભગ 15 થી 20 મિનીટ સુધી સીએચસી પરિષરમાં આ બધું ચાલુ રહ્યું. બધાની નજર બાઇક પર જ ટકેલી હતી.

આ અંગે સીએચસી સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, મૃતદેહને લઈ જવા માટે વાહન માંગવામાં આવ્યું હોત તો ચોક્કસ આપવામાં આવ્યું હોત. જો વાહન ન હોય તો 100 બેડની હોસ્પિટલમાંથી વાહન મંગાવી લાશને વતન મોકલવામાં આવે છે. મૃતદેહને બાઇક પર લઇ જવા અંગે કોઇ માહિતી નથી. જો કે સ્થાનિક લોકો કહી રહ્યાં છે કે અહીં એમ્બ્યુલન્સ જેવી સેવાઓ ઘણી મોડી જ આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch