Sat,27 April 2024,6:15 am
Print
header

અયોધ્યામાં ઉત્સવ... વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ ઘરે રંગોળી કરીને રામધુન કરી

પુત્રએ દેશને ઐતિહાસિક ગૌરવ અપાવ્યાંની ખુશી માતાના ચહેરા પર જોવા મળી

ગાંધીનગરઃ આજે રામ મંદિર ભૂમિ પૂજન બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. જાણે દરેક ઘરમાં દિવાળી હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ રામ મંદિરના ભૂમિપૂજનને લઈને ઉજવણી કરી હતી. તેમણે ગાંધીનગર ખાતે આવેલા ઘરે દિવાની રંગોળી કરીને જયશ્રી રામના નારા લગાવ્યાં હતા અને રામધુન પણ કરી હતી. તેમા વડાપ્રધાન મોદીના ભાઇ પંકજ મોદીનો પરિવાર પણ જોડાયો હતો.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ માટે દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ આપ્યો હતો, ત્યારે પણ હીરાબાએ ઘરે દિવા પ્રગટાવ્યા હતા.તેમને ખુશી છે કે તેમના પુત્ર નરેન્દ્ર મોદીએ દેશ માટે ઐતિહાસિક કામ કર્યું છે. નોંધનિય છે કે 500 વર્ષ પછી રામમંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરાયું છે જેને લઇને દેશભરમાં લોકોમાં ઉત્સાહનો માહોલ છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar