Sat,27 April 2024,2:34 am
Print
header

ભારતમાં જ આતંકી કેમ્પનું આયોજન કરાયું હતુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં NIAના દરોડામાં મળી ચોંકાવનારી માહિતી- Gujarat Post

નિઝામાબાદમાં શંકાસ્પદોના ઘરો અને વ્યવસાયિક જગ્યાઓની તપાસ 

એજન્સીએ PFI નેતાઓના 2 ડઝનથી વધુ સ્થળો પર કર્યાં દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા(PFI)ના સંબંધમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં છે. NIAએ કુરનૂલ, નેલ્લોર, કુડ્ડાપાહ, આંધ્રપ્રદેશના ગુંટુર, તેલંગાણાના નિઝામાબાદમાં શંકાસ્પદોના ઘર અને વ્યવસાયિક જગ્યાઓની તપાસ કરી છે. એજન્સીએ PFI નેતાઓના 2 ડઝનથી વધુ સ્થળો પર દરોડા પાડ્યાં છે. વિશેષ ટીમો નિઝામાબાદના APHB કોલોની વિસ્તારમાં પહોંચી અને શહીદ ચૌશ ઉર્ફે શાહિદના ઘરે તપાસ કરી હતી. તેને 41 (A) કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPc) હેઠળ નોટિસ આપવામાં આવી હતી.તેમના સ્થળો પરથી 8 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

એજન્સીની આ તપાસ આતંકવાદી ફંડના સ્ત્રોત શોધવાના સંબંધમાં હતી. NIAની હૈદરાબાદ શાખાએ 26 ઓગસ્ટે PFI સંબંધિત કેસ નોંધ્યો હતો. નિઝામાબાદના ઓટોનગરના રહેવાસી 52 વર્ષીય અબ્દુલ ખાદર સહિત 26 લોકોને NIAની ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યાં હતા.તેને અન્ય લોકો સાથે મળીને દેશ વિરોધી કૃત્ય કર્યાં છે.

FIR મુજબ, ગુનાહિત ષડયંત્ર હેઠળ પીએફઆઈના સભ્યોની ભરતી કરી હતી અને આતંકી તાલીમ આપવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મના આધારે લોકોની ઉશ્કેરણી કરી હતી.આ લોકો ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને ખલેલ પહોંચાડતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

અગાઉ, તેલંગાણાના નિઝામાબાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.જેમાં અબ્દુલ ખાદર, 26 વ્યક્તિઓ અને અન્ય લોકો વિરુદ્ધ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કેસ નોંધવામાં આવ્યો હતો.તેલંગાણા પોલીસ દ્વારા ઘરની તલાશી દરમિયાન વાંસની લાકડીઓ, વ્હાઇટબોર્ડ્સ, નોન-ચક, એક પોડિયમ, નોટબુક, હેન્ડબુક અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch