Wed,01 May 2024,12:09 pm
Print
header

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત

અમારી મોબાઇલ એપ ડાઉનલોન કરોઃ
Android મોબાઇલ માટેઃ
https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

મુંબઇઃ મની લોન્ડરીંગ કેસમાં બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી ગઇ છે, ઇડીએ તેમની 97.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

EDની મુંબઈ ટીમે PMLL એક્ટ હેઠળ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની રૂ. 97.79 કરોડની આ સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં શિલ્પા શેટ્ટીના નામે જુહુ સ્થિત બંગલો, પુણેનો બંગલો અને રાજ કુન્દ્રાના નામના કેટલીક કંપનીના શેર પણ અટેચ કર્યા છે.

અનેક લોકો સાથે છેતરપિંડી કરાઇ

EDએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ-અલગ FIRને આધારે PMLA એક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી.મેસર્સ વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ, સ્વ.અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય MLM એજન્ટોએ છેતરપિંડી કરીને રોકાણકારો પાસેથી અંદાજે 6600 કરોડ રૂપિયાના બિટકોઇન મેળવી લીધા હતા અને આ પોન્ઝિ સ્કીમમાં રાજ કુન્દ્રાનું પણ નામ આવ્યું હતુ.

રાજ કુન્દ્રાની પણ આ કૌભાંડમાં સંડોવણી

આ કૌભાંડમાં કુન્દ્રાને પણ 285 બિટકોઇન્સ મળ્યાં હતા, જેની કિંમત 150 કરોડ રૂપિયા જેટલી થાય છે, આ કેસમાં હવે રાજ કુન્દ્રાની સામે વધુ કાર્યવાહીના પણ ઇડીએ સંકેત આપ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch