Sat,27 April 2024,4:40 pm
Print
header

મુખ્તાર અંસારીએ માત્ર 15 વર્ષની ઉંમરે ક્રાઇમની દુનિયામાં મુકી દીધો હતો પગ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીના કેસ

ઉત્તર પ્રદેશઃ કુખ્યાત માફિયા મુખ્તાર અંસારીનું ગુરુવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. જેલમાં મુખ્તારની તબિયત બગડતાં તેને બાંદાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, તેને બચાવી શકાયા ન હતા. મુખ્તારના મોત સાથે ગુનાનો એક યુગ અને રાજકારણ સાથે તેની સાંઠગાંઠનો એક અધ્યાય સમાપ્ત થઇ ગયો છે. છેલ્લા ઘણા દાયકાઓથી મુખ્તાર પર હત્યાથી લઈને છેડતી સુધીના અનેક કેસ નોંધાયેલા હતા.

ગુનાની શરૂઆત 15 વર્ષની ઉંમરે કરી હતી

મુખ્તાર અન્સારીનો જન્મ વર્ષ 1963માં સુખી પરિવારમાં થયો હતો. સરકારી કોન્ટ્રાક્ટ માફિયાઓ સાથે સામેલ થવા માટે તેને ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 1978 ની શરૂઆતમાં માત્ર 15 વર્ષની ઉંમરે અન્સારીએ ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ગાઝીપુરના સૈયદપુર પોલીસ સ્ટેશનમાં કલમ 506 હેઠળ તેની સામે પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. વર્ષ 1986 સુધીમાં તેની સામે કલમ 302 (હત્યા) હેઠળ બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. 

હત્યા અને અપહરણના અનેક કેસમાં નામ આવ્યું હતું

29 નવેમ્બર, 2005ના રોજ ગાઝીપુર જિલ્લામાં તત્કાલિન ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા અને 22 જાન્યુઆરી, 1997ના રોજ વારાણસીમાં વેપારી નંદ કિશોર રૂંગટા ઉર્ફે નંદુ બાબુના અપહરણ અને હત્યાના કેસમાં મુખ્તાર અન્સારી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ અજય રાયના મોટા ભાઈ અવધેશ રાયની હત્યા કેસમાં અંસારીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 2003માં તેને લખનઉ જિલ્લા જેલના જેલરને ધમકાવવા બદલ પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 2005 થી જેલમાં હતો ત્યારે તેની સામે મર્ડર અને ગેંગસ્ટર એક્ટ હેઠળ 28 કેસ નોંધાયેલા હતા અને સપ્ટેમ્બર 2022 થી આઠ ફોજદારી કેસોમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હાલ મુખ્તાર અંસારી વિરુદ્ધ વિવિધ કોર્ટમાં 21 કેસ પેન્ડિંગ છે.

રાજકારણમાં પણ મોટી પક્કડ

મુખ્તાર અંસારી સૌપ્રથમ 1996માં બહુજન સમાજ પાર્ટી (BSP)ની ટિકિટ પર મૌથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે આ બેઠક પર તેમની જીતનો દોર ચાલુ રાખ્યો હતો. 2012 માં, અન્સારીએ કૌમી એકતા દળ (QED) ની રચના કરી અને ફરીથી ચૂંટણી જીત્યા. 2017 માં, તેઓ ફરીથી મૌથી ચૂંટણી લડ્યાં અને જીત્યા. વર્ષ 2022માં મુખ્તારે પોતાના પુત્ર અબ્બાસ અન્સારી માટે આ સીટ ખાલી કરી હતી.

કયા કેસમાં સજા આપવામાં આવી હતી ?

તાજેતરમાં મુખ્તારને છેતરપિંડી કરીને હથિયારનું લાઇસન્સ મેળવવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, સપ્ટેમ્બર 2022 પછી છેલ્લા 18 મહિનામાં આ આઠમો કેસ હતો, જેમાં મુખ્તારને ઉત્તર પ્રદેશની વિવિધ અદાલતોએ સજા ફટકારી હતી. આ પહેલા અંસારીને નંદ કિશોર રૂંગટાના અપહરણ અને હત્યાના કેસમાં પાંચ વર્ષ અને છ મહિનાની સજા થઈ હતી. ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અંસારીને અવધેશ રાયની હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 1999માં ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં અંસારીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. મુખ્તારને 1996 અને 2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ બે અલગ-અલગ કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2003માં લખનઉ જિલ્લા જેલના જેલરને ધમકાવવા બદલ તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત માફિયા ડોન સામે અનેેક ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch