Sun,08 December 2024,11:24 pm
Print
header

મિઝોરમ, છત્તીસગઢમાં મતદાન, પીએમ મોદીએ કરી જંગી મતદાનની અપીલ- Gujarat Post

મતદાન માટે વહેલી સવારથી લાઇનો લાગી

સુકમામાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ

અનેક દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે

નવી દિલ્હીઃ મિઝોરમમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.તમામ 40 બેઠકો માટે 174 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે, જેમાં 16 મહિલાઓનો સમાવેશ થાય છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ 20 બેઠકો પર અનેક દિગ્ગજોનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. આ દરમિયાન સુકમામાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયા છે.

રાજનાંદગાંવ જિલ્લામાં પ્રથમ તબક્કામાં તમામ બેઠકો પર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આ સિવાય નવા જિલ્લા મોહલા-માનપુર-ચોકીની એક સીટ નક્સલ પ્રભાવિત છે. મોહલા-માનપુર વિધાનસભા બેઠક પર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાને કારણે સમય અલગ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, હું ખાસ કરીને યુવાઓ અને પ્રથમ વખતના મતદારોને અપીલ કરું છું કે તેઓ તેમના મતની શક્તિનો ઉપયોગ કરીને લોકશાહીના આ તહેવારને મજબૂત કરે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch