Sat,27 April 2024,2:42 am
Print
header

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર સંકટમાં, શિવસેનાના 12 ધારાસભ્યો બળવો કરી સુરત પહોંચ્યાં- Gujarat Post

(સુરતની હોટલ બહાર પોલીસ બંદોબસ્ત)

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના એંધાણ

ઉદ્ધવ ઠાકરેએ બોલાવી ઈમરજન્સી બેઠક

શિવસેનાના ધારાસભ્ય શિંદે પણ નથી પાર્ટીના સંપર્કમાં

શિવસેનાના 12 ધારાસભ્યો સુરતની લો મેરિડિયન હોટલમાં રોકાયા

સુરત/મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યાં છે. એમએલસી ચૂંટણીમાં ભાજપે શિવસેનાના નેતૃત્વવાળા એમવીએ ગઠબંધનને ફરી એક ઝટકો આપ્યો અને મંગળવારે મોડી રાત્રે શિવસેનાના 10-12 ધારાસભ્યો ગુજરાત પહોંચ્યાં છે. જેથી  ઉદ્ધવ ઠાકરે સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. ઠાકરેએ ઈમરજન્સી બેઠક બોલાવી છે.

શિવસેનાના 10-12 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે સુરતની હોટલમાં છે.શિવસેનાના ધારાસભ્ય શિંદે ગઈકાલથી શિવસેનાના સંપર્કમાં નથી, તેમની સાથે શિવસેનાના 10- 12 ધારાસભ્યો હોવાના સમાચાર છે.

સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લો મેરિડિયન હોટલમાં રોકાયા છે. જેને પગલે હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચુંટણીમાં બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યાં છે. મહારાષ્ટ્ર સરકાર સત્તા ટકાવી રાખે છે કે નહી તેના પર સૌની નજર મંડાયેલી છે.બીજી તરફ આ બધાની પાછળ ભાજપનો હાથ હોવાનું શિવસેનાએ કહ્યું છે, અગાઉ સરકાર ન બનાવી શકનારા ભાજપે આ બધુ કર્યું હોવાના આરોપ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch