Sat,27 April 2024,1:06 am
Print
header

જે લિફ્ટ તૂટી પડી તેમાં MP ના પૂર્વ CM કમલનાથ પણ હતા, જાણો પછી શું થયું ?

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો રવિવારે આબાદ બચાવ થયો છે. પોતાના સાથી મિત્રની હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા ગયેલા કમલનાથ જે લિફ્ટમાં સવાર હતા તે તૂટી પડતાં 10 ફૂટ નીચે પટકાઈ હતી.જેને લઇને થોડીવાર માટે અફડા તફડી મચી ગઈ હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટ કરીને જણાવ્યું ગઈકાલે લિફ્ટ તૂટી પડવાની ઘટનામાં કમલનાથ, જીતુ પટવારી અને અન્ય કોંગ્રેસી નેતાઓનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. હોસ્પિટલના ડિરેકટરના કહેવા મુજબ, ઓવરલોડને કારણ આ ઘટના બની હતી.

રવિવારે કમલનાથ ઈન્દોર આવ્યાં હતા. જેવી તેમને ખબર પડી કે તેમના પૂર્વ સાથે રામેશ્વર પટેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે તો તેઓ ખબર અંતર પૂછવા ગયા હતા. તેમની સાથે સજ્જનસિંહ વર્મા અને જીતુ પટવારી પણ હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેઓ લિફ્ટમાં સવાર થયા પરંતુ લિફ્ટ ઉપર જવાના બદલે નીચે આવી અને દરવાજો બંધ થઈ ગયો. કમલનાથ જે લિફ્ટમાં સવાર હતા તે તૂટી પડ્યાનું જાણ્યા બાદ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. લિફ્ટ એન્જિનિયરને બોલાવી દરવાજો તોડીને કમલનાથ સહિત તમામ નેતાઓને બહાર કાઢવામાં આવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch