Sat,27 July 2024,3:07 pm
Print
header

કર્ણાટક ચૂંટણીમાં ડીકે શિવકુમારની સૌથી મોટી જીત, ભાજપના ઉમેદવારની માત્ર 16 વોટથી જીત- Gujarat Post

બેંગ્લુરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. કોંગ્રેસે અહીં 136 સીટો જીતી છે અને ભારતીય જનતા પાર્ટીએ 66 બેઠકો પર જીત મેળવી છે. જેડીએસને 19 સીટો મળી છે. આ સાથે ચાર બેઠકો અન્યના ખાતામાં ગઈ છે. 16 બેઠકો એવી છે કે જેના પર જીતનું માર્જિન પચાસ હજાર કે તેથી વધુ છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે કર્ણાટકમાં સૌથી મોટી જીત નોંધાવી છે. તેમની 1,22,392 મતથી જીત થઈ છે.

કર્ણાટકના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. જો સૌથી મોટા માર્જિનથી જીત અને હારની વાત કરીએ તો રાજ્યમાં 16 બેઠકો એવી છે જ્યાં જીતનું માર્જિન પચાસ હજાર કે તેથી વધુ હતું. જેમાંથી કોંગ્રેસે 11 અને ભાજપને 5 બેઠકો મળી છે. આ સાથે લક્ષ્મણ સાઉથી પણ મોટી જીત મેળવનારા કોંગ્રેસના ઉમેદવારોમાં સામેલ છે, જેમની ટિકિટ આ વખતે ભાજપે કાપી હતી.

કર્ણાટકની સૌથી ઓછા વોટથી જીતમાં, ભાજપના ઉમેદવાર સીકે રામામૂર્તિ જયનગર બેઠક પરથી માત્ર 16 મતોના માર્જિનથી જીત્યા હતા. ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ગુંડુ રાવ 105 મતોથી જીત્યા હતા. રાજ્યમાં આઠ બેઠકો એવી છે જ્યાં જીતનું માર્જિન એક હજાર મતથી ઓછું હતું. આ આઠ બેઠકોમાંથી પાંચ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી અને ત્રણ બેઠકો ભાજપના ઉમેદવારોએ જીતી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch