Sat,18 May 2024,1:35 pm
Print
header

ફ્લોર ટેસ્ટમાં ચંપઈ સરકાર પાસ થઇ ગઇ....સમર્થનમાં 47 અને વિરોધમાં 29 મતો પડ્યાં

રાંચી: ઝારખંડની ચંપઈ સોરેન સરકારે આજે વિધાનસભામાં બહુમતી સાબિત કરી નાખી છે. સમર્થનમાં 47 અને વિરોધમાં 29 મતો પડ્યાં હતા,  બહુમત ચકાસવા માટે ઝારખંડ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતુ, જેની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી થઇ હતી અને ત્યાર બાદ વોટિંગ થયું હતુ, સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યો રવિવારે સાંજે હૈદરાબાદથી રાંચી પરત ફર્યાં હતા.

અગાઉ જેએમએમના નેતા મનોજ પાંડેએ કહ્યું હતુ કે 'આ ફ્લોર ટેસ્ટ માત્ર એક ઔપચારિકતા છે. વિપક્ષ પહેલાથી જ નિરાશ દેખાય રહ્યો છે. આંકડો 48ને પાર પણ જઈ શકે છે. અમારી પાર્ટી અને ગઠબંધન એક છે. ફ્લોર ટેસ્ટમાં પૂર્વ સીએમ હેમંત સોરેન પણ હાજર હતા, કોર્ટે હેમંત સોરેનને ફ્લોર ટેસ્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી હતી અને કોંગ્રેસ સાથેના ગઠબંધને 47 ધારાસભ્યોનું બળ મેળવીને વિરોધીઓની બોલતી બંદ કરી દીધી છે.

બીજી તરફ એજન્સીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન વતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ સામે SC-ST એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી FIR અંગે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. EDએ કેસ નોંધવાના સોરેનના નિર્ણયને પડકાર્યો હતો.એજન્સીએ આ મામલે 3 ફેબ્રુઆરીએ ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

તાજેતરમાં જ EDની ટીમોએ દિલ્હીમાં હેમંત સોરેનના ઘરે દરોડા પાડ્યાં હતા. આ પછી, સોરેને ED અધિકારીઓ વિરુદ્ધ રાંચી પોલીસમાં ફરિયાદ કરી અને FIR દાખલ કરવામાં આવી હતી. સોરેનના દિલ્હીના આવાસ પર દરોડા પાડ્યાં બાદ EDએ બંગલામાંથી મોટી માત્રામાં રોકડ જપ્ત કરી હતી. EDના અધિકારીઓએ કહ્યું કે હેમંત સોરેનના બંગલામાંથી 36 લાખ રૂપિયા રોકડા મળી આવ્યાં છે, તેની સાથે બે લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch