Sun,05 May 2024,7:13 pm
Print
header

ભયાનક યુદ્ધ શરૂ...ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા આવ્યું ઇઝરાયેલના સમર્થનમાં

ઈરાનના ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ હવે યુદ્ધ ભયાનક બની શકે છે. આ હુમલાએ પહેલાથી જ વૈશ્વિક તણાવ સાથે સંઘર્ષ કરી રહેલા વિશ્વના દેશોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઈરાનના હુમલાને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઈરાને ધમકી આપી છે કે જો ઈઝરાયેલ તેની ઉશ્કેરણી ચાલુ રાખશે તો તેના ગંભીર પરિણામો આવશે.

ઈરાને શનિવારે ડઝનબંધ ડ્રોન અને મિસાઈલોથી ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેથી બંને કટ્ટર દુશ્મન દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયેલની સેના ઈરાનના ઘમંડનો જવાબ આપી રહી છે. સાથે જ અમેરિકા પણ તેના મિત્ર દેશને સમર્થન આપી રહ્યું છે. અમેરિકન સેના ઈરાન દ્વારા ઈઝરાયેલ તરફ છોડવામાં આવેલા ડ્રોનને તોડી રહી છે.

યુનાઈટેડ સ્ટેટ્સે ઈરાનના હુમલા સામે ઈઝરાયેલને બચાવવામાં મદદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એડ્રિન વોટસને એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડેન સ્પષ્ટ છે. ઈઝરાયેલની સુરક્ષા માટે અમારું સમર્થન અડગ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલના લોકો સાથે ઉભા રહેશે અને ઇરાન તરફથી આ ધમકીઓ સામે તેમના સંરક્ષણને સમર્થન આપશે.

ઈરાનના હુમલા બાદ આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. ઈઝરાયેલે સુરક્ષા પરિષદ પાસે પણ માંગ કરી છે કે કાઉન્સિલ ઈરાનના હુમલાની સખત નિંદા કરે અને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી સંગઠન જાહેર કરે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને મળ્યા અને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

ઈરાનના ડ્રોન અને મિસાઈલોએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જેમાં ઈઝરાયેલના એક સૈન્ય મથકને નુકસાન થયું હોવાના અહેવાલ છે. યુએસ નેવીએ ઘણા ડ્રોનનો નાશ કર્યો છે. ઇઝરાયેલના આયર્નડોમે મિસાઇલોને અટકાવી છે.

ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે તેમનો દેશ કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે.નેતન્યાહુએ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને અન્ય દેશોનો તેમના સમર્થન માટે આભાર માન્યો હતો. તાજેતરના વર્ષોમાં ખાસ કરીને તાજેતરના અઠવાડિયામાં ઇઝરાયેલ ઈરાન દ્વારા હુમલાની તૈયારી કરી રહ્યું હતું. અમારી સંરક્ષણ પ્રણાલી તૈનાત છે અને અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. ઇઝરાયેલ મજબૂત છે. સેના મજબૂત છે અને પ્રજા પણ મજબૂત છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch