Sun,05 May 2024,7:08 pm
Print
header

ભયાનક યુદ્ધના ભણકારા....ઈરાને ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારીઓ કરી, અમેરિકાને પણ આપી ધમકી

તહેરાનઃ વધુ એક ભયાનક યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ઈરાન ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારીઓ કરી રહ્યું છે. ઈરાને અમેરિકાને હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને વોશિંગ્ટનને લેખિત સંદેશ મોકલ્યો છે. આ સંદેશમાં ઈરાને ચેતવણી આપી છે કે અમેરિકા હવે અમારી કોઇ બાબતમાં હસ્તક્ષેપ ન કરે, સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને ઈઝરાયેલને તે માટે જવાબદાર ઠેરવ્યું છે. આ હુમલાના જવાબમાં ઈરાન ઈઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.

ઈરાને ધમકી આપી

ઈરાનના રાષ્ટ્રપતિના રાજકીય બાબતોના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ જમશીદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમને લખ્યું છે કે અમેરિકા વચ્ચે ન આવે નહીંતર તે હુમલાની ઝપેટમાં આવી જશે. અમેરિકાએ હજુ સુધી ઈરાનના સંદેશનો કોઈ જવાબ આપ્યો નથી. અમેરિકન મીડિયા અનુસાર ઈરાનની ચેતવણી બાદ અમેરિકા પણ હાઈ એલર્ટ પર છે અને ઈઝરાયેલમાં પોતાના બેઝની સુરક્ષાને લઈને ચિંતિત છે. તાજેતરમાં સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર હુમલો થયો હતો. આ હુમલામાં ઈરાની સેનાના એક જનરલ સહિત 13 લોકો માર્યા ગયા હતા. ઈરાન આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવી રહ્યું છે, પરંતુ ઈઝરાયેલે આ આરોપોનો કોઈ જવાબ આપ્યો નથી.

પશ્ચિમ એશિયામાં લડાઈ વધવાની ભીતિ

ઈઝરાયેલ લાંબા સમયથી સીરિયામાં ઈરાન સાથે જોડાયેલા ટાર્ગેટ પર હુમલો કરી રહ્યું છે, પરંતુ તાજેતરનો હુમલો એ પહેલો હુમલો છે જેમાં ઈરાની દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈરાની દૂતાવાસ પર થયેલા હુમલામાં હિઝબુલ્લાહના આતંકીઓ માર્યાં ગયા હતા. હવે હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહે શુક્રવારે કહ્યું કે ઈરાન તેનો જવાબ આપશે, ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારીઓએ પણ પશ્ચિમ એશિયાના મોટા વિસ્તારોમાં લડાઈ વધવાની આશંકા વ્યક્ત કરી છે.

ઈઝરાયેલ હાઈ એલર્ટ પર

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાન દ્વારા સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલ પણ હાઈ એલર્ટ પર છે અને ઈઝરાયેલમાં ઘણી જગ્યાએ નેવિગેશન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. ઈઝરાયેલને ડર છે કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવા ગાઈડેડ મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં નેવિગેશન બંધ થવાને કારણે ઈરાનને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઈઝરાયેલમાં લોકેશન આધારિત એપ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ઈઝરાયેલી સેનાએ તેમના સૈનિકોની રજાઓ રદ કરી દીધી છે અને તેમની તૈનાતીનો આદેશ આપ્યો છે. ઘણા શહેરોમાં બોમ્બ વિરોધી આશ્રયસ્થાનો શરૂ કરવામાં આવ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch