Sun,05 May 2024,6:05 pm
Print
header

ઈન્ફોસિસને ઈન્કમ ટેક્સ વિભાગે ફટકારી રૂ.341 કરોડની નોટિસ, જાણો વધુ વિગતો

નવી દિલ્હીઃ દેશની અગ્રણી સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે માહિતી આપી હતી કે તેને આકારણી વર્ષ 2020-21 માટે આવકવેરા વિભાગ તરફથી 341 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. આ ટેક્સ ડિમાન્ડ નોટિસ કંપનીને આવકવેરા કાયદાની વિવિધ કલમો હેઠળ આપવામાં આવી છે.

ઈન્ફોસિસ દ્વારા નોટિસ અંગેની તેની એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે કંપની હાલમાં તેના ચોથા ક્વાર્ટરના પરિણામો પર આ નોટિસની અસરનું મૂલ્યાંકન કરી રહી છે અને આ આદેશ સામે અપીલ દાખલ કરવાની સ્થિતિનું પણ મૂલ્યાંકન કરી રહી છે. આ સિવાય કંપનીએ જણાવ્યું કે તેની એક પેટાકંપનીએ એસેસમેન્ટ વર્ષ 2014-15 માટે 15 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ મેળવ્યું છે. કંપની તેના ચોથા ક્વાર્ટરના પરિણામો પર આ રિફંડની અસરનું પણ મૂલ્યાંકન કરી રહી છે.

6,329 કરોડનું ટેક્સ રિફંડ મળ્યું

તાજેતરમાં કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે એસેસમેન્ટ ઓર્ડર્સ મુજબ, દેશની બીજી સૌથી મોટી IT ફર્મ રૂ. 2,763 કરોડની ટેક્સ જવાબદારી સાથે રૂ. 6,329 કરોડનું ટેક્સ રિફંડ મેળવવા જઈ રહી છે. વ્યાજ સહિત ઉક્ત રિફંડ 2007-08 થી 2018-19ના મૂલ્યાંકન વર્ષોથી સંબંધિત છે.

શેર લાલ નિશાન પર બંધ થયો હતો

સોમવારના (એપ્રિલ 01) ટ્રેડિંગ સેશનમાં ઇન્ફોસિસનો શેર NSE પર 0.037 ટકા અને રૂ. 0.55ના નજીવા ઘટાડા સાથે રૂ. 1497.50 પર બંધ થયો હતો. BSE પર શેર 0.20 ટકા અથવા 3 રૂપિયાના મામૂલી ઘટાડા સાથે 1495.80 રૂપિયા પર બંધ થયો હતો.

કંપનીએ નાણાંકીય વર્ષમાં રૂ. 24,108 કરોડનો નફો કર્યો હતો

ઈન્ફોસિસ દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની છે. નાણાંકીય વર્ષ 2022-23માં કંપનીએ 24,108 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 1.46 લાખ રૂપિયાની આસપાસ હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch