Sun,05 May 2024,7:46 pm
Print
header

લંડનમાં 12 ભારતીયોની ધરપકડ, વિઝા શરતોનો ભંગ કરીને કરી રહ્યાં હતા કામ

લંડનઃ બ્રિટનમાં વિઝા શરતોનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ભારતીયો વિઝા નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર કામ કરતા હતા.તેઓ બ્રિટિશ અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા હતા. બ્રિટિશ ઇમિગ્રેશન અધિકારીઓએ 11 પુરૂષો અને એક મહિલા સહિત 12 ભારતીય નાગરિકોની વિઝા શરતોનું ઉલ્લંઘન કરીને કેક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે કામ કરવાની શંકાને આધારે ધરપકડ કરી છે.

બ્રિટનના ગૃહ વિભાગ દ્વારા બુધવારે જારી કરાયેલા નિવેદન અનુસાર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્રમાં ગાદલાના વ્યવસાય સાથે જોડાયેલા એકમ પર દરોડા પાડ્યાં હતા. અધિકારીઓને બાતમી મળી હતી કે ત્યાં ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે. સત્તાવાળાઓએ ગેરકાયદેસર રીતે કામ કરવાના આરોપમાં 7 ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. નજીકની કેક ફેક્ટરીમાંથી વધુ 4 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ સિવાય એક ભારતીય મહિલાની પણ ઈમિગ્રેશન ક્રાઈમના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચાર લોકોને બ્રિટનમાંથી કાઢી મૂકવા અથવા ભારતમાં દેશનિકાલ કરવાની વિચારણા બાકી છે તેની અટકાયત કરવામાં આવી છે. બાકીના આઠ લોકોને એ શરતે જામીન આપવામાં આવ્યાં છે કે તેઓ હોમ ઓફિસને નિયમિત રિપોર્ટ કરે. દરમિયાન જો આરોપ સાબિત થાય કે સંબંધિત ફેક્ટરીમાં ગેરકાયદેસર કામદારોને કામે લગાડવામાં આવ્યાં હતા. તો બંને સંસ્થાઓ દંડનો સામનો કરી શકે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch